રિલાયન્સ કેપિટલે ઇપીએફઓને ૧૮૧૬ કરોડનું નુકસાન પહોંચાડ્યું
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
01, ઓગ્સ્ટ 2026  |   3168

કર્મચારીઓના ભવિષ્ય નિધિ સંગઠન તરફથી મળેલી લેખિત ફરિયાદના આધારે,સીબીઆઇએ ૩૧ જુલાઈના રોજ મુંબઈ સ્થિત રિલાયન્સ કેપિટલ લિમિટેડ, તેના ભૂતપૂર્વ ચેરમેન અનિલ અંબાણી, અજાણ્યા સરકારી કર્મચારીઓ વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરી છે. ફરિયાદ મુજબ, આરોપીઓએ છેતરપિંડી, ગુનાહિત વિશ્વાસ ભંગ અને ગુનાહિત ગેરવર્તણૂક જેવા ગુનાઓ કર્યા હતા, જેના કારણે ઇપીએફઓને ૧,૦૦૭.૫૫ કરોડનું નાણાકીય નુકસાન થયું હતું. , ૮૦૮.૬૭ કરોડની વ્યાજ જવાબદારી પણ ઉભી થઈ હતી. કુલ કથિત નુકસાન ૧,૮૧૬.૨૨ કરોડનો અંદાજ છે.

સીબીઆઈના જણાવ્યા અનુસાર, ૨૦૧૩ અને ૨૦૧૪ દરમિયાન, રિલાયન્સ કેપિટલ લિમિટેડે સિક્યોર્ડ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ જારી કર્યા હતા.ઇપીએફઓએ રિલાયન્સ કેપિટલ એસેટ મેનેજમેન્ટ સહિત ચાર પોર્ટફોલિયો મેનેજરો દ્વારા આ એનસીડીમાં ૨,૫૦૦ કરોડનું રોકાણ કર્યું હતું. આ એનસીડી ૨૦૨૩ અને ૨૦૨૪ માં પરિપક્વ થવાના હતા.ફરિયાદમાં આરોપ મૂકાયો છે કે આરોપીઓ છેતરપિંડીભર્યા વ્યવહારોમાં રોકાયેલા હતા.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution