લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
13, જુલાઈ 2026 |
2079
દેશમાં ટૂંક સમયમાં જ નાના વેપારીઓ, લારી-ગલ્લાવાળા, વિદ્યાર્થીઓ અને પ્રવાસી મજૂરો માટે રસોઈ ગેસનો ઉપયોગ ઘણો સરળ બની જશે. ઇન્ડિયન ઓઇલ , ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ જેવી સરકારી ઓઇલ કંપનીઓ હવે ૧૦ કિલોનું હલકું કોમ્પોઝિટ LPG સિલિન્ડર કોમર્શિયલ ઉપયોગ માટે પણ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. અત્યાર સુધી નાના વેપારીઓએ ૧૯ કિલોનું ભારે કોમર્શિયલ સિલિન્ડર વાપરવું પડતું હતું, જેને લાવવા-લઈ જવામાં અને રાખવામાં ઘણી મુશ્કેલી થતી હતી. જાે આ પ્રસ્તાવને મંજૂરી મળશે, તો આ નવું અને હલકું સિલિન્ડર લાખો લોકો માટે ખૂબ જ રાહતરૂપસાબિત થશે.
હાલમાં બજારમાં ૧૯ કિલો, ૫ કિલો અને ૨ કિલોના કોમર્શિયલLPG સિલિન્ડર ઉપલબ્ધ છે. પરંતુ ૧૯ કિલોનું સિલિન્ડર વજનમાં ઘણું ભારે હોય છે, જેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું સરળ નથી હોતું. આ જ કારણે નાના કેફે, ચાની દુકાનો, ફૂડ સ્ટોલ, લારીવાળા અને ભાડાના મકાનોમાં રહેતા લોકો લાંબા સમયથી હલકા અને સુવિધાજનક સિલિન્ડરની માંગ કરી રહ્યા હતા. હવે ઓઇલ કંપનીઓ આ જ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ૧૦ કિલોના કોમ્પોઝિટ સિલિન્ડરને કોમર્શિયલ ઉપયોગ માટે લોન્ચ કરવા પર વિચાર કરી રહી છે. આ નવું સિલિન્ડર હાઈ ડેન્સિટી પોલીએથિલિન આધારિત ટૅક્નોલૉજીથી તૈયાર કરાયું છે. આ સિલિન્ડરપરંપરાગત સ્ટીલ સિલિન્ડરની તુલનામાં આશરે ૫૦% હલકું હોય છે.