ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરાઈ 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
11, જુલાઈ 2026  |   3366

ઈ૨૦ પેટ્રોલને લઈને સતત સવાલો ઉઠી રહ્યા છે, જેના પર સરકાર તરફથી જવાબો પણ આવી રહ્યા છે. હવે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે. ઈ૨૦ પર અરજીકર્તાએ એડવોકેટ નરેન્દ્ર મિશ્રા દ્વારા એક જનહિત અરજી દાખલ કરી છે. 

આ અરજીમાં સુપ્રીમપાસે માગ કરવામાં આવી છે કે, દેશના તમામ ફ્યુઅલ સ્ટેશનો પર સામાન્ય અને ઈ૧૦ પેટ્રોલ સતત અને કોઈ પણ અડચણ વિના ઉપલબ્ધ રહેવું જાેઈએ, કેન્દ્ર સરકારને આદેશ આપવામાં આવે કે, તેઓ તમામ ફ્યુઅલ ડિસ્રેન્સિંગ યુનિટ્સ પર ઇથેનોલની માત્રા વિશે ફરજિયાતપણે લેબલ લગાવે, જે ગ્રાહકોને સ્પષ્ટ રીતે દેખાઈ શકે. સાથે જ એવા અગ્રણી સાઇનબોર્ડ લગાવવામાં આવે, જે ગ્રાહકોને એ માહિતી આપે કે, તેમનું વાહન તે ઇંધણ માટે સુસંગત છે કે નહીં.અરજીમાં માંગ કરવામાં આવી છે કે, કેન્દ્ર સરકારને એ સુનિશ્ચિત કરવાનો આદેશ આપવામાં આવે કે, આ વિવાદિત નીતિ લાગુ કરતાં પહેલાં, તમામ ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનો, ખાસ કરીને ૨૦૨૩ પહેલાં બનેલા અને હાલે ભારતીય રસ્તાઓ પર ચાલી રહેલા વાહનોને કોઈ યોગ્ય વીમા યોજના હેઠળ પૂરતો કવરેજ આપવામાં આવે. સરકારને એવો પણ ર્નિદેશ આપવામાં આવે કે, રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય તથા અન્ય સક્ષમ સત્તાધિકારીઓની લાગુ નીતિઓ અને ભલામણો અનુસાર ઈ૨૦ ઇથેનોલ-બ્લેન્ડેડ પેટ્રોલના ખર્ચમાં પ્રતિ લીટર ૫૦-૫૫ નું યોગદાન આપે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution