યુદ્ધની ચિનગારી ભડકતાં શેરબજારમાં એક જ દિવસમાં રોકાણકારોના ૧૦ લાખ કરોડ સ્વાહા 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
08, જુલાઈ 2026  |   3564

વૈશ્વિક બજારમાં ઉથલપાથલ અને વધતા ભૂ-રાજકીય તણાવ વચ્ચે બુધવારે સ્થાનિક શેરબજાર તીવ્ર ઘટાડા સાથે બંધ થયું હતું. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે યુદ્ધવિરામ કરાર રદ કર્યો તે પછી વ્યાપક વેચવાલી તીવ્ર બની, જેનાથી પશ્ચિમ એશિયામાં સંઘર્ષ વધવાની આશંકા વધી છે. ટ્રેડિંગના અંતે, સેન્સેક્સ ૧,૬૭૭ પોઈન્ટના નોંધપાત્ર ઘટાડા સાથે બંધ થયો હતો. જાેકે, બુધવારે બપોરે એક સમયે સેન્સેક્સ ૧,૯૧૪ પોઈન્ટ ઘટી ગયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જ નિફ્ટી ૫૦ પણ ૫૮૧ પોઈન્ટ ઘટીને ૨૩,૯૦૦ના મનોવૈજ્ઞાનિક સ્તરથી નીચે બંધ થયો હતો. આ બજારની ઉથલપાથલને કારણે રોકાણકારોને નોંધપાત્ર નુકસાન થયું છે, માત્ર એક જ દિવસમાં ૧૦ લાખ કરોડની સંપત્તિ ગુમાવવાનો વારો આવ્યો છે. યુએસના હુમલા બાદ આંતરરાષ્ટ્રીય ઊર્જા બજારમાં ઉથલપાથલ મચી ગઈ છે. આજે શરૂઆતના કારોબારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવમાં ૪%નો ઉછાળો આવ્યો હતો. ત્યારબાદ તે થોડો ઘટ્યો, ૨.૮૧% વધીને ઇં૭૪.૨૨ પ્રતિ બેરલ પર ટ્રેડ થયો. એ જ રીતે, યુએસ બેન્ચમાર્ક ઉ્ૈં પણ ૨.૯૧% વધીને ઇં૭૨.૪૯ પ્રતિ બેરલ પર ટ્રેડ થયો હતો. એક્સપર્ટ્સના મતે, યુએસ-ઈરાન તણાવ અને ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાથી બજારમાં અનિશ્ચિતતા સર્જાઈ છે. જાેકે, દક્ષિણ કોરિયા અને તાઇવાનની તુલનામાં મજબૂત સ્થાનિક ફંડામેન્ટલ્સ અને ભારતમાં વિદેશી રોકાણની સંભાવના થોડી રાહત આપે છે. વૈશ્વિક તણાવે આજે દલાલ સ્ટ્રીટ પર તેજી પર બ્રેક લગાવી દીધી છે. જાેકે, ભારતીય અર્થતંત્રના મજબૂત પાયા અને વિદેશી રોકાણકારોના રસ લાંબા ગાળાના રોકાણકારોને વિશ્વાસ પૂરો પાડે છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution