લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
16, જુલાઈ 2026 |
2376
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની દુનિયામાંથી એક અત્યન્ટ ચોંકાવનારો અને ચિંતાજનક અહેવાલ સામે આવ્યો છે. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની મેટાના ઓવરસાઇટ બોર્ડના એક તાજેતરના અભ્યાસમાં ખુલાસો થયો છે કે, વિશ્વના અગ્રણી છૈં મોડેલ્સ વાણી સ્વતંત્રતા પર પ્રતિબંધ મૂકનારી અને દમનકારી વલણ ધરાવતી સરકારોની રાજકીય ટીકા કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી રહ્યા છે. ઓપન એઆઈ અને એન્થ્રોપિક જેવી દિગ્ગજ લેબોરેટરીઝના ચેટબોટ્સ પર કડક સેન્સરશીપ કાયદા ધરાવતા દેશોનો પૂર્વગ્રહ હાવી થઈ રહ્યો હોવાની આશંકાએ વૈશ્વિક સ્તરે ચર્ચા જગાવી છે.
જ્યારે એઆઈ મોડેલ્સને ચીન અને સાઉદી અરેબિયા જેવા સક્રિય સરમુખત્યારશાહી કાયદાઓ ધરાવતા અધિકારક્ષેત્રો વિશે રાજકીય રીતે ટીકાત્મક સામગ્રી તૈયાર કરવા પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે આવી ૩૪% વિનંતીઓ (પ્રોમ્પ્ટ્સ)નો ઇનકાર કરી દીધો હતો. તેની સરખામણીમાં, જ્યાં આવા કડક કાયદા નથી અથવા વાણી સ્વતંત્રતા છે, તેવા દેશો સામેની સમાન વિનંતીઓમાંથી માત્ર ૧૪% જ નકારવામાં આવી હતી.ઓવરસાઇટ બોર્ડે મેટા, ઓપનએઆઈ અને એન્થ્રોપિક સહિતની કંપનીઓના ૧૦ વ્યાપારી મોટા ભાષા મોડેલોનું મૂલ્યાંકન કરવા માટે ૭ ખાસ પ્રોમ્પ્ટ્સ તૈયાર કર્યા હતા. જેમાં મોડેલ્સને રાજકીય રીતે જટિલ પત્રિકાઓ, કવિતાઓ બનાવવા અને કોઈએ રાજકીય વિરોધ પ્રદર્શનમાં જાેડાડવું જાેઈએ કે નહીં તે સમજાવવા કહેવામાં આવ્યું હતું.તાલીમ ડેટામાંથી વારસામાં મળ્યો પૂર્વગ્રહાॅ સંશોધકોના મતે, આ એઆઈ મોડેલ્સ જે દેશોમાં સેન્સરશીપ લાગુ છે તેની સરહદોની બહાર પણ તે જ પ્રકારના પ્રતિબંધોને પ્રતિબિંબિત કરી રહ્યા છે.