સરકારે આખરે સ્વીકાર્યું : ૫ ટકા સુધી વાહનોનું માઈલેજ ઘટી શકે 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
13, જુલાઈ 2026  |   1980


આજકાલ દેશમાં ઈ૨૦ પેટ્રોલ વિશે ઘણી ચર્ચા ચાલી રહી છે. સરકારનો દાવો છે કે ઈ૨૦ પેટ્રોલ પર્યાવરણ માટે સારો વિકલ્પછે અને તેનાથી વાહનના પરફોર્મ પર કોઈ મોટી નકારાત્મક અસર નહીં પડે. જાેકે, કેટલાક કિસ્સાઓમાં માઇલેજમાં થોડો ઘટાડો જાેવા મળી શકે છે. સરકારના મતે, ઈ૨૦ પેટ્રોલનો ઉપયોગ કરવાથી એન્જિનની લાઈફ પર કોઈ પ્રતિકૂળ અસર થશે નહીં. આ પેટ્રોલ સંપૂર્ણપણે સલામત છે, ખાસ કરીને ઈ૨૦ ઇંધણ માટે રચાયેલ વાહનોમાં. કંપનીઓ હવે નવી કાર અને બાઇક લોન્ચ કરી રહી છે જે ઈ૨૦ સુસંગત છે, જે એન્જિન અને ઇંધણ સિસ્ટમ લાંબા સમય સુધી શ્રેષ્ઠ રીતે કાર્ય કરે છે તેની ખાતરી કરે છે.ઈ૨૦ પેટ્રોલમાં પેટ્રોલની સરખામણીએ ઉર્જાની માત્રા થોડી ઓછી છે. પરિણામે કેટલાક વાહનોના માઇલેજમાં થોડો ઘટાડો થઈ શકે છે. ઈ૨૦ પેટ્રોલનો ઉપયોગ કરવાથી માઇલેજ લગભગ ૧ થી ૫ ટકા ઘટી શકે છે.

 આનો અર્થ એ છે કે જાે તમારું વાહન અગાઉ ૨૦ કિલોમીટર પ્રતિ લિટર ઇંધણ પહોંચાડતું હોય તો ઈ૨૦ નો ઉપયોગ કર્યા પછી તેમાં થોડો ઘટાડો જાેવા મળી શકે છે.

માઈલેજ ઓછી થવા છતાં સરકારનો દાવો છે કે વાહનની પિકઅપઅને ડ્રાઇવિંગ પરફોર્મ મજબૂત રહેશે. આધુનિક એન્જિનો ઈ૨૦ પેટ્રોલ માટે ડિઝાઇન કરવામાં આવી રહ્યા છે, જે ખાતરી કરશે કે પાવર ડિલિવરી અથવા એન્જિન ક્ષમતામાં કોઈ મોટી સમસ્યા નહીં હોય. ઘણા કિસ્સાઓમાં સુધારેલ કમ્બશન પણ સરળ એન્જિન અનુભવમાં પરિણમી શકે છે.

જૂના વાહનો વિશે પણ ચિંતાઓ છે. ઈ૨૦ માટે ડિઝાઇન ન કરાયેલા વાહનોમાં લાંબા સમય સુધી ઉપયોગથી ઇંધણ પાઇપ, રબર સીલ અને અન્ય પાર્ટ્સને અસર થવાની આશંકા છે. નવા વાહનોને ઇથેનોલ-મિશ્રિત પેટ્રોલને વધુ સરળતાથી હેન્ડલ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution