સંકટ ઘેરાયું:ક્રૂડ  $200ને પાર થવાનો ખતરો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
15, જુલાઈ 2026  |   50787

પર્સિયન ગલ્ફના વ્યૂહાત્મક જળમાર્ગ ‘હોર્મુઝ સ્ટ્રેટ’ પર કબજાે જમાવ્યા બાદ, હવે ઈરાન અને તેના સહયોગી યમનના હુથી બળવાખોરોએ લાલ સમુદ્રના પ્રવેશદ્વાર સમાન ‘બાબ અલ-મંડેબ સ્ટ્રેટ’ને પણ સંપૂર્ણપણે બંધ કરી દેવાની સનસનાટીભરી ધમકી આપી છે. હુથી નેતા મોહમ્મદ અલ-ફરાહના સત્તાવાર નિવેદનથી સમગ્ર પશ્ચિમી જગત અને એશિયન દેશોમાં હડકંપ મચી ગયો છે. જાે આ બંને દરિયાઈ માર્ગો એકસાથે બંધ થઈ જશે, તો વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત ઇતિહાસના તમામ રેકોર્ડ તોડીને પ્રતિ બેરલ ૨૦૦ ડોલર સુધી પહોંચી શકે છે, જે દુનિયાને અકલ્પનીય આર્થિક મહામંદી તરફ ધકેલી દેશે. આ ભયાનક તણાવની પાછળ ફેબ્રુઆરી ૨૦૨૬માં અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા ઇરાન વિરુદ્ધ કરવામાં આવેલી સૈન્ય કાર્યવાહી અને ત્યારબાદ બંને પક્ષો વચ્ચે થયેલા અસ્થાયી કરારનું તૂટવું છે. જુલાઈ ૨૦૨૬ માં યુદ્ધની આ સ્થિતિ ફરી વણસી ગઈ છે, જેના કારણે ઈરાને હવે તેના સૌથી ઘાતક હથિયાર હુથી બળવાખોરોનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. લાલ સમુદ્ર એવો જળમાર્ગ છે જે આખા વિશ્વના વેપારના ૧૨% અને દરિયાઈ ઓઇલ ટ્રાન્સપોર્ટના એક મોટા હિસ્સાને નિયંત્રિત કરે છે. બાબ અલ-મંડેબ બંધ થવાનો સીધો અર્થ એ છે કે વૈશ્વિક નિકાસ અને આયાત કરતા તમામ જહાજાેએ આફ્રિકાના છેવાડે આવેલા ‘કેપ ઓફ ગુડ હોપ’ ફરીને હજારો કિલોમીટરનો લાંબો ચકરાવો લેવો પડશે, જેનાથી નૂર ભાડું અને ડિલિવરીનો સમય બમણો થઈ જશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution