લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
01, ઓગ્સ્ટ 2026 |
2772
ભારતમાં આર્થિક ગતિવિધિઓ અને ખરીદીમાં મોટો ઉછાળો આવવાથી સરકારની આવકમાં વધારો થયો છે. જુલાઈ ૨૦૨૬માં દેશનું ગ્રોસ જીએસટી કલેક્શન ૧૫.૪%ના વધારા સાથે રૂ.૨.૧૧ લાખ કરોડના સ્તરે પહોંચી ગયું છે. ૧૪ મહિનામાં ટેક્સ સંગ્રહમાં જાેવા મળેલો આ સૌથી ઝડપી ગ્રોથ છે. ૨૦૨૬-૨૭માં આ બીજી વખત બન્યું છે જ્યારે કોઈ એક જ મહિનામાં જીએસટી કલેક્શન રૂ.૨ લાખ કરોડનો આંકડો પાર કરી ગયું હોય, જે દેશની મજબૂત આર્થિક સ્થિતિ દર્શાવે છે.જુલાઇમાં ઘરેલુ જીએસટી આવક ૧૦.૧% વધીને ૧.૪૫ લાખ કરોડ રૂપિયા નોંધાઈ છે, જે ગયા વર્ષના સમાન મહિનામાં ૧.૩૧ લાખ કરોડ રૂપિયા હતી. આયાત પરના જીએસટી કલેક્શનમાં ૨૮.૮%નો ભારે ઉછાળો જાેવા મળ્યો છે, તે વધીને ૬૬,૫૧૧ કરોડ પર પહોંચી ગયું છે. સરકારના ડેટા મુજબ, જુલાઈ દરમિયાન જીએસટી રિફંડ પણ ૧૩.૧% વધીને ૨૯,૯૬૮ કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યું છે. આ રિફંડ બાદ કરીએ તો પણ સરકારને મળેલી નેટ જીએસટી રેવેન્યુ ૧.૮૧ લાખ કરોડ રૂપિયા રહી છે, જે જુલાઈ ૨૦૨૫ની સરખામણીએ ૧૫.૮% વધુ છે.