લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
06, ઓગ્સ્ટ 2026 |
2574
તહેવારોની મોસમ શરૂ થાય તે પહેલાં સામાન્ય માણસના રસોડા અને ખિસ્સાનું બજેટ ભારે ખોરવાઈ ગયું છે. પ્રાઇસ મોનિટરિગ સિસ્ટમના ડેટા દર્શાવે છે કે છેલ્લા પાંચ મહિનામાં લગભગ દરેક રાશનની વસ્તુના ભાવમાં વધારો થયો છે. સરકારી આંકડા મુજબ, છેલ્લા પાંચ મહિનામાં ૧૬ માંથી ૧૫ આવશ્યક દૈનિક ખાદ્ય ચીજાેના ભાવમાં વધારો થયો છે. આનો અર્થ એ થયો કે દેશમાં ૯૯% રાશન વસ્તુઓ હવે ઊંચા ભાવે ઉપલબ્ધ છે. રક્ષાબંધનથી દિવાળી સુધી, તહેવારોની મોસમ શરૂ થવાની છે,પરંતુ આ પહેલા, સરકારી ડેટાએ સામાન્ય લોકોની ચિતા વધારી દીધી છે. ગ્રાહક બાબતોના વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા પાંચ મહિનામાં લગભગ દરેક ખાદ્યપદાર્થો મોંઘી થઈ ગઈ છે. શ્રાવણની શરૂઆત સાથે, દેશમાં તહેવારોની મોસમ આવી રહી છે. રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશોત્સવથી લઈને દિવાળી સુધી, મુખ્ય તહેવારોની શ્રેણી આવવાની છે. પરંતુ આ તહેવારોની મોસમ પહેલા, સામાન્ય માણસના રસોડા અને ખિસ્સાનું બજેટ ભારે ખોરવાઈ ગયું છે. ગ્રાહક બાબતોના વિભાગના ભાવ મોનિટરિગ સિસ્ટમના ડેટા દર્શાવે છે કે છેલ્લા પાંચ મહિનામાં લગભગ દરેક રાશનની વસ્તુના ભાવમાં વધારો થયો છે. નિષ્ણાતો માને છે કે જ્યાં સુધી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ અને આયાતી ખાદ્ય તેલના ભાવ ઘટશે નહીં, ત્યાં સુધી સ્થાનિક બજારમાં રાહતની શક્યતા ઓછી છે. વધુમાં, જાે ચોમાસાની ઋતુનો બીજાે ભાગ સારો નહીં રહે, તો તહેવારોની ઋતુ દરમિયાન કઠોળ અને ખાદ્ય તેલના ભાવ પર દબાણ વધુ વધી શકે છે.
શું-શું, કેટલું મોંઘું થયું?
• તુવેર દાળના ભાવમાં આશરે રૂા.૬ પ્રતિ કિલોનો વધારો થયો છે, જે રૂા.૧૨૩.૪૬ પર પહોંચી ગયો છે.
• ચણાની દાળ રૂા.૮૬.૬૬ અને અડદની દાળ રૂા.૧૨૧.૫૧ પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે.
• સરસવના તેલના ભાવમાં પ્રતિ લિટર રૂા.૭.૫૬નો વધારો થયો છે, જે રૂા.૧૯૬.૪૪ પર પહોંચી ગયો છે.
• સોયાબીન, સૂર્યમુખી અને પામ તેલના ભાવમાં પણ ૪ થી ૪.૫ ટકાનો વધારો થયો છે.
• દૂધના ભાવમાં પણ પ્રતિ લિટર રુા.૩નો વધારો થયો છે.
• ઉત્સવની માગ અને ઇથેનોલ ઉત્પાદન માટે શેરડીના વપરાશને કારણે ખાંડ રૂા.૨.૨૫ મોંઘી થઈ છે અને રૂા.૪૯.૩૩ પ્રતિ કિલો થઈ છે.
• પૂરતા સરકારી ઘઉંના સ્ટોક અને સુધારેલા પુરવઠાને કારણે, લોટના ભાવ (રૂા.૩૭.૩૫/કિલો) સ્થિર રહ્યા છે અને તેમાં નોંધપાત્ર વધારો જાેવા મળ્યો નથી.
અર્થશાસ્ત્રીઓનું શું કહેવું છે?અર્થશાસ્ત્રીઓ અને બજાર નિષ્ણાતોના મતે, તહેવારો પહેલા આ ફુગાવા માટે ત્રણ મુખ્ય વૈશ્વિક અને સ્થાનિક પરિબળો જવાબદાર છે. પહેલું નબળું અને અનિશ્ચિત ચોમાસું છે, જેના પરિણામે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે કઠોળના વાવેતર વિસ્તારમાં ઘટાડો થયો છે. આના કારણે આગામી દિવસોમાં ઉત્પાદનમાં ઘટાડો અને આયાત વધવાની આશંકા હોવાથી બજારમાં ભાવ વધી રહ્યા છે. પ.એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને તણાવથી વૈશ્વિક પુરવઠા શૃંખલા પર અસર પડી છે. ભારત મોટા પ્રમાણમાં ખાદ્ય તેલની આયાત કરે છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ પામ અને સોયાબીન તેલની કિમતમાં વધારો થયો છે. રક્ષાબંધન અને દિવાળીની અપેક્ષાએ, કન્ફેક્શનર્સ, પ્રોસેસર્સ અને રિટેલર્સ દ્વારા આગોતરી સ્ટોકિગ શરૂ થઈ ગયું છે, જેના કારણે બજારમાં માગમાં અચાનક વધારો થયો છે.