20 વર્ષથી દર ચોમાસે ડૂબે છે સુરત! હવે રસ્તા પર કેમ ઉતર્યા લોકો? | મીઠી ખાડી પૂરનું આખું સત્ય
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
06, ઓગ્સ્ટ 2026  |   3366

સુરતમાં મીઠી ખાડીના પૂરથી વર્ષોથી પરેશાન રહેવાસીઓ હવે કાયમી ઉકેલની માંગ સાથે રસ્તા પર ઉતર્યા છે. લિંબાયત, પર્વત પાટીયા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ બાદ અનેક સોસાયટીઓમાં પાણી ભરાતા લોકોને ભારે નુકસાન વેઠવું પડ્યું.

મીડિયા અહેવાલ મુજબ સ્થાનિકોએ કલેક્ટર કચેરીએ આવેદન આપી મીઠી ખાડીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે. બીજી તરફ મહાનગરપાલિકાએ ડ્રોન સર્વે, LiDAR મેપિંગ અને અન્ય ટેકનિકલ અભ્યાસ શરૂ કર્યો હોવાનું જણાવ્યું છે. રાજ્ય સરકારે પણ કાયમી ઉકેલ માટે વધારાના ₹500 કરોડની જાહેરાત કરી છે.

સ્થાનિકોનો સવાલ છે કે દર વર્ષે પૂર જેવી સ્થિતિ સર્જાતી હોવા છતાં હજુ સુધી કાયમી ઉકેલ કેમ આવ્યો નથી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution