લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
18, ઓગ્સ્ટ 2026 |
3168
ટાટા સન્સની એન્યુઅલ જનરલ મીટિંગ એટલે કે AGM મંગળવારે કોરમ પૂર્ણ ન થવાને કારણે મુલતવી રાખવામાં આવી છે. પહેલાથી જ AGM મુલતવી રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી હતી. સૂત્રોએ જણાવ્યું છે કે બેઠકમાં જરૂરી સંખ્યામાં સભ્યો હાજર ન હતા, જેના લીધે એજીએમ આગળ વધારવી પડી. મોટી વાત એ છે કે છેલ્લા ૧૦૦ વર્ષોમાં પહેલીવાર એવું બન્યું છે કે ટાટા સન્સે AGM મુલતવી રાખવાનો ર્નિણય લીધો હોય.
આ છય્સ્ બપોરે ૨:૩૦ વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ અને ઓડિયો-વિઝ્યુઅલ માધ્યમથી આયોજિત થવાની હતી, જાે કે બેઠકમાં પૂરતું કોરમ પૂર્ણ ન થવાને કારણે તેને સ્થગિત કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સર રતન ટાટા ટ્રસ્ટ અને સર દોરાબજી ટાટા ટ્રસ્ટ તરફથી સંયુક્ત રીતે નામાંકિત કરવામાં આવતા પ્રતિનિધિને લઈને વર્તમાન નિયામક નિયંત્રણના કારણે મુશ્કેલી ઊભી થઈ છે. મહારાષ્ટ્ર ચેરિટી કમિશનરના સ્તરે યથાવત નિયામક પ્રતિબંધના લીધે SRTT હાલમાં સંયુક્ત પ્રતિનિધિ નામાંકિત કરવાની સ્થિતિમાં નથી. ટાટા સન્સના આર્ટિકલ્સ ઓફ એસોસિએશન અનુસાર, વૈધ કોરમ માટે ઓછામાં ઓછા ૫ સભ્યોની હાજરી જરૂરી છે, જેમાં સંબંધિત સંયુક્ત નામાંકિત પ્રતિનિધિનો સમાવેશ થવો પણ આવશ્યક છે. એવામાં પ્રતિનિધિની ગેરહાજરીએ AGM કોરમને અસર કરી છે. એન ચંદ્રશેખરને ૧૨ ઓગસ્ટે ટાટા સન્સના ચેરમેન પદેથી રાજીનામું આપી દીધું હતું. જાે કે તેઓ આવતા વર્ષે ફેબ્રુઆરી સુધી આ પદ પર બનેલા રહેશે. આ પહેલા આ જ વર્ષે ફેબ્રુઆરીમાં બોર્ડે ચંદ્રશેખરનને ફરીથી ચેરમેન નીમવાના ર્નિણયને ટાળી દીધો હતો. એન ચંદ્રશેખરન વર્ષ ૨૦૧૭થી ચેરમેન છે.
ટાટા સન્સના ૧૦૦થી વધુના કોર્પોરેટ ઇતિહાસમાં છય્સ્ રદ થવી એક રીતે દુર્લભ અને સંભવત: પહેલી એવી ઘટના છે. ભારતીય કંપની અધિનિયમ હેઠળ દરેક નાણાકીય વર્ષ પછી નક્કી સમય મર્યાદામાં છય્સ્ આયોજિત કરવી જરૂરી છે. સામાન્ય રીતે તેને સંપૂર્ણપણે રદ કરવાની જાેગવાઈ હોતી નથી. વિશેષ પરિસ્થિતિઓમાં તેને માત્ર સ્થગિત કરી શકાય છે અથવા કાયદાકીય ટ્રિબ્યુનલ, જેમ કે NCLT આદેશ પર રોકી શકાય છે. નોંધનીય છે કે વર્ષ ૧૯૧૭માં સ્થાપિત ટાટા સન્સે પોતાના સમગ્ર ઇતિહાસમાં કોર્પોરેટ ગવર્નન્સ અને નિયમિત વાર્ષિક બેઠકોનું સખત પાલન કર્યું છે. મોટામાં મોટા વિવાદો, જેમ કે સાયરસ મિસ્ત્રી વિવાદ દરમિયાન પણ બેઠકો આયોજિત થઈ, પરંતુ ક્યારેય રદ કરવામાં ન આવી.