ખાવા-પીવાની ચીજવસ્તુઓ મોંઘી થશે જે.પી. મોર્ગનની ડરામણી ભવિષ્યવાણી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
18, ઓગ્સ્ટ 2026  |   2277

૨૦૨૭ સુધીમાં ભારતમાં ખાદ્યપદાર્થોના ભાવમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. આ ચેતવણી મલ્ટીનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ ફર્મ જેપી મોર્ગને જાહરે કરી છે. રિપોર્ટ અનુસાર, ભારત સરકાર પર ૩ લાખ કરોડ રૂપિયાની સબસિડીનો બોજ વધશે. ફર્મે દાવો કર્યો છે કે મોંઘવારીની અસર સમગ્ર વિશ્વ પર થશે. ખાતરની અછત, ભૌગોલિક રાજકીય તણાવ સાથે એક શક્તિશાળી અલ નીનો વાવાઝોડાના આગમનથી આ સંકટ વધુ ઘેરું બનશે.

જેપી મોર્ગને રિપોર્ટમાં આ સંકટ પાછળ કેટલાક મોટા કારણો દર્શાવવામાં આવ્યા છે અને એલર્ટ કરવામાં આવ્યું છે કે ભારત, બ્રાઝિલ અને ઇન્ડોનેશિયા જેવા દેશો પર આ સંકટની સૌથી ઘાતક અને ગંભીર અસરો જાેવા મળશે. જેપી મોર્ગને આગામી સમયમાં વૈશ્વિક અન્ન સંકટ અંગે ગંભીર ચેતવણી આપી છે. રિપોર્ટ અનુસાર, જિયો-પોલિટિકલ તણાવ, ખાતરની અછત અને આબોહવા પરિવર્તનના કારણે ૨૦૨૭ માં વિશ્વએ અન્ન પુરવઠાના એક નવા અને મોટા સંકટનો સામનો કરવો પડી શકે છે. આ સંકટની સૌથી વધુ અને ગંભીર અસર ભારત, બ્રાઝિલ અને ઇન્ડોનેશિયા પર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કૃષિ ખર્ચમાં સતત થઈ રહેલો વધારો અને પાક ઉત્પાદનમાં ઘટાડો આ વૈશ્વિક સંકટને વધુ ઘેરૂ બનાવશે.

આ ગ્લોબલ ફૂડ ક્રાઇસિસના કારણે દુનિયાભરમાં મોંઘવારીનો આંકડો ભયજનક સપાટીએ પહોંચી શકે છે. જેપી મોર્ગનના અંદાજ મુજબ, ૨૦૨૭ના પ્રથમ છ મહિનામાં વૈશ્વિક મોંઘવારી વધીને લગભગ ૫% સુધી પહોંચી શકે છે, જે વર્ષ ૨૦૨૬ ના સમાન સમયગાળામાં માત્ર ૨.૮% હતી. આ ચેતવણી માત્ર અચાનક અનાજ ખૂટી પડવા વિશે નથી, પરંતુ ખેડૂતોને ઉત્પાદન ખર્ચમાં થતો વધારો અને હવામાનમાં આવતા બદલાવના કારણે પાક નિષ્ફળ જવાનો ડર સતાવી રહ્યો છે. જાે આ ચેતવણી સાચી પડશે તો વિકાસશીલ દેશોમાં પરિવારોને તેમની આવકનો મોટો હિસ્સો માત્ર ભોજન પાછળ જ ખર્ચ કરવો પડશે.આ સંકટ પાછળ ખાતરની અછત એક અત્યંત મહત્ત્વનું કારણ છે. 

મિડલ ઈસ્ટ વૈશ્વિક યુરિયા નિકાસમાં ૪૨% અને એમોનિયા નિકાસમાં ૨૭% હિસ્સો ધરાવે છે. હોર્મુઝ સ્ટ્રેટ આસપાસના તણાવ અને નેચરલ ગેસના વધતા ભાવે સપ્લાય ચેનને ખરાબ રીતે ખોરવી નાખી છે. નિષ્ણાતોએ આ ખતરાને એક ચાર્ટ દ્વારા દર્શાવ્યો છે: યુદ્ધ થી ઉર્જા સંકટ, ત્યારબાદ ખાતરની અછત, કૃષિ ખર્ચમાં વધારો, ઓછું ઉત્પાદન અને અંતે ખાદ્ય પદાર્થાેના ભાવમાં વધારો. આ ખોરવાયેલી સિસ્ટમ અને ઉત્પાદનને ફરીથી પૂર્વવત કરવામાં ૧ થી ૪ વર્ષનો લાંબો સમય લાગી શકે છે.ખાતરની અછત ઉપરાંત આબોહવા પરિવર્તન એટલે કે અલ નીનો પણ આ ખતરા માટે મોટો વિલન સાબિત થશે. અલ નીનોના કારણે દુષ્કાળ, પૂર અને અન્ય પ્રતિકૂળ મૌસમી ઘટનાઓનું જાેખમ વધી શકે છે. ઐતિહાસિક રીતે જાેઈએ તો, અલ નીનોના કારણે ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં પાક ઉત્પાદનમાં સરેરાશ ૩.૫%નો ઘટાડો નોંધાયો છે. સુપર અલ નીનો વૈશ્વિક ખાદ્ય મોંઘવારીમાં લગભગ ૦.૭% નો વધારો કરી શકે છે અને ઉર્જાના ભાવ વધારા સાથે મળીને આ અસર ૧.૩% થી ૧.૫% સુધી પહોંચી શકે છે. ભારતમાં નબળા કે અનિયમિત ચોમાસાની સીધી અસર ડાંગર, કઠોળ, તેલીબિયાં, કપાસ અને શેરડી જેવા વરસાદ પર આધારિત પાકો પર પડી શકે છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution