સ્ટેટસ સિમ્બોલની મોંઘી કિંમત! ૨૦૨૬માં ૪૨ ટકા સ્માર્ટફોન લોન લઈને લોકોએ ખરીદ્યાં 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, ઓગ્સ્ટ 2026  |   3168

  બૅંકના ધક્કા વગર, કોઈ ગીરવી કે આર્થિક સ્થિતિની આકરી ચકાસણી વિના મળતી લોને દેશના  Gen-Z યુવાનોમાં ‘'EMI કરો અને એશ કરો‘ ની એક જાેખમી સંસ્કૃતિ ઊભી કરી છે. હાથમાં Appleનો નવોPhone કે મોંઘો પ્રીમિયમ સ્માર્ટફોન રાખવાની આંધળી ઘેલછા ભારતના યુવાધનને બરબાદી તરફ ધકેલી રહી છે. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે માત્ર એક સ્ટેટસ સિમ્બોલ સમાન ફોન મેળવવાની ઘેલછામાં યુવાનો ચોરી, હત્યા અને આત્મહત્યા જેવા ખૌફનાક પગલાં ભરવા મજબૂર બન્યા છે. રિપોર્ટ અનુસાર, જાન્યુઆરી ૨૦૨૫થી ઑગસ્ટ ૨૦૨૫ વચ્ચે દર ૪માંથી  iPhone ખરીદનારે NBFCલોન અથવા ક્રેડિટ કાર્ડ EMIનો વિકલ્પ પસંદ કર્યો છે. Cyber Media Researchના Q2 ૨૦૨૬ રિપોર્ટ મુજબ, દેશમાં સસ્તા સ્માર્ટફોનનું વેચાણ ૮૮ ટકા ઘટ્યું છે, જ્યારે ૫૦ હજારથી ૧ લાખ રૂપિયાના સુપર-પ્રીમિયમ ફોનનું વેચાણ ૭૨ ટકા વધ્યું છે. આ ઉછાળા પાછળ ‘'Zero Cost EMI'નો મુખ્ય હાથ છે. Counterpoint Researchના અંદાજ મુજબ, વર્ષ ૨૦૨૬ના અંત સુધીમાં દેશમાં વેચાતા કુલ સ્માર્ટફોનમાંથી ૪૨ ટકા ફોન ફાઇનાન્સ પર વેચાશે. જેમાં ૬૭ ટકા લોન એવી NBFCઆપી રહી છે જે પ્રથમ વખત ક્રેડિટ લેનારા યુવાનોને નાણાં પૂરા પાડે છે. દર મહિને ૧૫થી ૨૦ હજાર કમાતો યુવક ૩ હજારના હપ્તે ૮૦ હજાર રૂપિયાનો ફોન લઈ આવે છે, ત્યારે અચાનક ખર્ચ આવતાં  EMI બાઉન્સ થવા લાગે છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution