ભાવનગરમાં નકલી અને ઝેરી દારૂ પીવાથી 7 લોકોનાં મોત થયાની માહિતી સામે આવી છે, જ્યારે 22 જેટલા લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું મીડિયા અહેવાલોમાં જાણવા મળ્યું છે.
પ્રાથમિક તપાસમાં ભંગારની ખાલી બ્રાન્ડેડ દારૂની બોટલો, બોગસ સ્ટીકર, કલર સિરપ અને કેમિકલના ઉપયોગથી નકલી દારૂ તૈયાર કરવામાં આવતો હોવાની વિગતો સામે આવી છે. સમગ્ર મામલે પોલીસ, SMC અને FSL દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસે નકલી દારૂના સપ્લાય અને વેચાણ સાથે સંકળાયેલા શંકાસ્પદોની પૂછપરછ શરૂ કરી છે અને સમગ્ર નેટવર્કના મોટા માથાઓ સુધી પહોંચવા તપાસ આગળ ધપાવી છે.