ખાંડ ૪૦% મોંઘી થઈ, તહેવારો પહેલાં જનતા પર બોજ માટે જવાબદાર કોણ? 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, ઓગ્સ્ટ 2026  |   2079

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શનિવારે ખાંડની વધતી કિંમતોને લઈને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે મોદી સરકારની ઈથેનોલ નીતિને લઈને પણ સવાલ ઉઠાવ્યા છે. હવે આ મામલે ભારતીય જનતા પાર્ટીના નેતા અમિત માલવીયાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં કરીને કહ્યું કે, ખાંડની કિંમત, સ્ટોક અને આયાત (ઈમ્પોર્ટ)ને ઈ૨૦ સાથે જાેડવું એ સુવિધાજનક રાજનીતિ છે, પરંતુ આંકડા તેની પુષ્ટી કરતા નથી.

તેમણે ક્રમવાર આંકડા ગણાવીને ૯ વર્ષના સૌથી ઓછા સ્ટોક અને ૧૦ લાખ ટન આયાતને લઈને કહ્યું કે, આયાતનો ર્નિણય સુગર બેલેન્સથી થાય છે. ઉત્પાદન, વપરાશ, સ્ટોક, કિંમતો અને ઈ૨૦થી નક્કી થતો નથી. તેમણે કહ્યું કે ૨૦૨૫-૨૬નું પ્રારંભિક ઉત્પાદન અનુમાન લગભગ ૩૪૯ લાખ ટન હતું, જે ઘટીને આશરે ૨૮૦ લાખ ટન થઈ ગયું છે. અમિત માલવીયાએ કહ્યું કે, ઉત્પાદનમાં ભારે ઘટાડો, સ્થિર વપરાશ અને ઘટતો ક્લોઝિંગ સ્ટોક વર્તમાન દબાણનું અસલી કારણ છે. આવી સ્થિતિમાં ઘરેલું ઉપલબ્ધતા અને કિંમતોને સંભાળવા માટે આયાત એ સંતુલિત નીતિગત પ્રક્રિયા છે. તેમણે કહ્યું કે, કિંમતો પર દબાણ ઉત્પાદન અને સ્ટોકમાં ઘટાડાથી આવ્યું છે. ઈ૨૦ પર દોષનો ટોપલો ઢોળવો એ આંકડાઓની વિરુદ્ધ છે. ખાંડ ઓછી છે તો શેરડી ઈ૨૦માં કેમ નાખી રહ્યા છો? આ સવાલના જવાબમાં અમિત માલવીયાએ કહ્યું કે, ઈ૨૦ના કારણે ખાંડની અછત સર્જાઈ હોવાનું કહેવું ખોટું છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution