લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, ઓગ્સ્ટ 2026 |
2376
ભારતના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ્સ પરથી વિદેશ પ્રવાસ કરનારા મુસાફરો માટે કેન્દ્ર સરકાર તરફથી મોટા રાહતના સમાચાર આવ્યા છે. હવે આંતરરાષ્ટ્રીય મુસાફરોએ ઇમિગ્રેશન કાઉન્ટર પર પોતાના બોર્ડિંગ પાસ પર ફિઝિકલ સિક્કો મરાવવાની જરૂર રહેશે નહીં. ગૃહ મંત્રાલય હેઠળ કાર્યરત બ્યુરો ઓફ ઇમિગ્રેશને ર્નિણય લીધો છે કે આગામી પહેલી સપ્ટેમ્બર ૨૦૨૬થી દેશના તમામ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો પર બોર્ડિંગ પાસની ફિઝિકલ સ્ટેમ્પિંગ પ્રક્રિયા કાયમ માટે બંધ કરવામાં આવશે. હવે મુસાફરો પોતાના સ્માર્ટફોન પર ડિજિટલ ઈ-બોર્ડિંગ પાસ બતાવીને સરળતાથી ઇમિગ્રેશન ક્લિયરન્સ મેળવી શકશે. ઇમિગ્રેશન બ્યુરોને મુસાફરો તરફથી સતત ફરિયાદો મળી રહી હતી કે સ્ટેમ્પિંગ પ્રક્રિયાના કારણે સિસ્ટમમાં વિલંબ થાય છે. દરેક બોર્ડિંગ પાસ પર મહોર લગાવવાને કારણે કાઉન્ટર પર મુસાફરોનો લાંબો સમય વેડફાતો હતો.
ઘણી વખત સિક્કો બરાબર ન લાગવો અથવા ખોટી જગ્યાએ લાગવાને કારણે આગળ જતાં બોર્ડિંગ ગેટ પર સુરક્ષા તપાસ દરમિયાન તેને વાંચવામાં ભારે મુશ્કેલી ઊભી થતી હતી.