લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
24, ઓગ્સ્ટ 2026 |
2277
ખાંડ પછી, ડુંગળી હવે લોકોને રડાવી રહી છે. ગયા મહિનામાં દેશના ઘણા ભાગોમાં ડુંગળીના ભાવ બમણા થઈ ગયા છે. સરેરાશ ભાવ રૂા.૪૨ પ્રતિ કિલો પર પહોંચી ગયો હતો, જે ગયા વર્ષ કરતા ૪૫% અને ગયા મહિનાથી ૧૯% વધુ છે. ગ્રાહક બાબતોના વિભાગના આંકડા અનુસાર, દિલ્હીમાં ડુંગળીનો છૂટક ભાવ રૂા. ૬૫ પ્રતિ કિલો પર પહોંચી ગયો છે, જે એક વર્ષ પહેલા રૂા. ૩૫ હતો. તેવી જ રીતે, ચેન્નાઈમાં, ડુંગળીના ભાવ રૂા. ૫૮ પ્રતિ કિલો પર વેચાઈ રહ્યા છે, જે ગયા વર્ષે રૂા. ૩૩ હતા. દેશના સૌથી મોટા ડુંગળી બજાર નાસિકમાં ગયા મહિનામાં ભાવ ૭૬ ટકા વધ્યા છે. ડુંગળીના ભાવમાં વધારા માટે અનેક કારણો દર્શાવવામાં આવી રહ્યા છે. અનિશ્ચિત ચોમાસાને કારણે વાવણીમાં વિલંબ, ઓછી આવક અને સરકારી ખરીદીમાં ઘટાડો થવાને કારણે ડુંગળીના ભાવમાં વધારો થયો છે. સંગ્રહખોરોએ મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. ડુંગળીના વધતા ભાવને રોકવા માટે, સરકારે બજારમાં બફર સ્ટોક છોડવાનો ર્નિણય લીધો છે. આજથી, કેન્દ્ર સરકાર નાસિકથી દિલ્હી, ચેન્નાઈ, કોચી અને ગુવાહાટી માટે કાંદા એક્સપ્રેસ ચલાવશે. આ વિસ્તારોમાં ડુંગળીના ભાવ રાષ્ટ્રીય સરેરાશ કરતા વધારે છે. ડુંગળી ઓછી કિમતે ઉપલબ્ધ કરાવવામાં આવશે. અધિકારીઓનું કહેવું છે કે સરકાર અને ખેડૂતો બંને પાસે આગામી મહિનાઓમાં ડુંગળીની માંગને પહોંચી વળવા માટે પૂરતો સ્ટોક છે. બજાર નિષ્ણાતો કહે છે કે દેશમાં સૌથી મોટું ડુંગળી ઉત્પાદક મહારાષ્ટ્રમાં ખરીફ ડુંગળીના ઉત્પાદનમાં ૫-૭% ઘટાડો થવાના અહેવાલોને કારણે ભાવમાં વધારો થયો છે. સામાન્ય રીતે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ડુંગળીના ભાવ વધે છે. આનું કારણ એ છે કે રવિ પાકનો સ્ટોક ઓછો થવા લાગે છે, જ્યારે ખરીફ પાક આવવામાં સમય લાગે છે. આનાથી ભાવ પર દબાણ આવે છે. આ વખતે ખરાબ હવામાન અને મોડી વાવણીએ આગમાં ઘી ઉમેર્યું છે. એક મહિના પહેલા, નાસિક બજારમાં ડુંગળીના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂા.૨,૦૫૦ હતા, પરંતુ હવે તે રૂા.૩,૬૦૦ થી વધુ પહોંચી ગયા છે.
આમ છતાં તહેવારોમાં મીઠાઈઓ, બિસ્કિટ, કેક અને પેસ્ટ્રી મોંઘા થશે
ખાંડના ભાવમાં વધારો થવાથી મીઠાઈ અને બેકરી વ્યવસાયોમાં ચિતા વધી છે. જથ્થાબંધ બજારમાં છેલ્લા ત્રણથી ચાર દિવસમાં આશરે ?૫ પ્રતિ કિલોનો વધારો જાેવા મળ્યો છે. જાેકે, છૂટક બજારમાં ભાવ હાલમાં પ્રમાણમાં સ્થિર છે. દરમિયાન, ખાંડના વધતા ભાવોના જવાબમાં, દિલ્હીના સ્થાનિક બેકરી વ્યવસાયોએ એક પરિપત્ર બહાર પાડીને પ્રતિ કિલો દીઠ રૂા.૧૦ થી રૂા.૧૫ નો વધારો જાહેર કર્યો છે. આ તહેવારોની મોસમમાં લોકોના ખિસ્સા પર ભારે બોજ પડી શકે છે. ખાંડના એક જથ્થાબંધ વેપારીએ સમજાવ્યું કે જુલાઈમાં ખાંડનો જથ્થાબંધ ભાવ ૪૫-૪૮ રૂપિયા હતો, પરંતુ ઓગસ્ટ શરૂ થતાં જ, ભાવ દરરોજ ૧ કે ૨ રૂપિયા વધ્યો. સોમવારે ખાંડનો જથ્થાબંધ ભાવ ૫૫ રૂપિયાની આસપાસ હતો, પરંતુ ગુરુવારે તે ૬૦ રૂપિયા પર પહોંચી ગયો. જાેકે, ભાવ હવે સ્થિર છે. જાેકે, ખાંડનો છૂટક ભાવ ૬૫ રૂપિયાની આસપાસ રહે છે.
સરહદે મોંઘવારીનો માર: નેપાળમાં ખાંડ ૧૨૫એ પહોંચતાં ભારતીય બજારોમાં નેપાળીઓની ભીડ
નેપાળી બજારોમાં ખાંડનો ભાવ પ્રતિ કિલો૧૨૫ (નેપાળી ચલણ) સુધી વધી જતાં નાગરિકો માટે ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. મોંઘવારીથી બચવાનેપાળના સરહદી વિસ્તારોમાંથી નાગરિકો ભારતીય બજારોમાં ખરીદી કરવા ઉમટી રહ્યા છે. ભારત-નેપાળ વચ્ચેની સરહદ પર વાંગવા મંડી ખાતે સ્થાનિક નેપાળી મહિલાઓએ જણાવ્યું હતું કે, નેપાળમાં માત્ર ખાંડ જ નહીં, ચણા-દાળ ૧૬૦ અને તુવેરની દાળ ૨૫૦ પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. સરહદ પારથી ભારત આવીને ખરીદી કરવાથી આર્થિક રાહત મળી રહી છે. ભારતમાં ખાંડ અને કઠોળના ભાવ નેપાળની સરખામણીએ ઓછા હોવાથી તહેવારોની ખરીદી માટે ભારત-નેપાળ સરહદી વિસ્તારોમાં દૈનિક ગ્રાહકોની સંખ્યામાં અચાનક મોટો ઉછાળો આવ્યો છે.