લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, ઓગ્સ્ટ 2026 |
3267
ઇન્ફોસિસે ૨૮ ઓગસ્ટના રોજ જણાવ્યું હતું કે, નેપાળમાં આવેલા ભયાનક પૂર બાદ તેની સબસિડિયરી કંપની ‘ઇન્ફોસિસ પબ્લિક સર્વિસીઝ’ ના પ્રમુખ લેક્સ ગોપીસેટ્ટીનો હાલ સંપર્ક થઈ શકતો નથી.IT સર્વિસની મોટી કંપની ઇન્ફોસિસની સબસિડિયરી ‘ઇન્ફોસિસ પબ્લિક સર્વિસીઝ’ મુખ્યત્વે અમેરિકા અને કેનેડામાં પબ્લિક સેક્ટર પર ધ્યાન કેન્દ્રિત કરે છે. બેંગલુરુમાં હેડક્વાર્ટર ધરાવતી આIT કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું કે, ગોપીસેટ્ટી વ્યક્તિગત રીતે નેપાળ બાજુના કોઈ એક વિસ્તારના પ્રવાસે હતા અને કંપનીની પ્રથમ પ્રાથમિકતા તેમની સુરક્ષા તેમજ સુખાકારી સુનિશ્ચિત કરવાની છે. ઇન્ફોસિસે જણાવ્યું, અમે પુષ્ટિ કરી શકીએ છીએ કે, અમારા સહયોગી લેક્સ ગોપીસેટ્ટી, જેઓ વ્યક્તિગત રીતે તે વિસ્તારના પ્રવાસે હતા, હાલમાં તેમનો સંપર્ક થઈ શકતો નથી. કંપનીએ વધુમાં ઉમેર્યું કે, તે માહિતી એકત્ર કરવા અને ગોપીસેટ્ટીનો સંપર્ક સાધવા માટે સંબંધિત એજન્સીઓ સાથે મળીને કામ કરી રહી છે. ઇન્ફોસિસે એમ પણ કહ્યું કે, તે તેમના પરિવારના સતત સંપર્કમાં છે અને આ મુશ્કેલ સમયમાં તમામ જરૂરી મદદ પૂરી પાડી રહી છે. ઇન્ફોસિસે કહ્યું, અમે પરિવારના નજીકના સંપર્કમાં છીએ અને આ કપરા સમય દરમિયાન તમામ જરૂરી સહાય પૂરી પાડી રહ્યા છીએ.