નેપાળમાં કુદરતનો કહેર! ગ્લેશિયર તૂટતાં 100 ફૂટની ‘મોતની દીવાલ’, 175નાં મોત
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
28, ઓગ્સ્ટ 2026  |   1485

નેપાળ-તિબેટ સરહદી વિસ્તારમાં બુધવારે આવેલી વિનાશકારી કુદરતી આફતે ભારે તબાહી મચાવી છે. લાંગટાંગ લિરુંગ પર્વત પરથી ગ્લેશિયરનો વિશાળ હિસ્સો તૂટ્યા બાદ બરફ, પાણી, માટી અને કાટમાળનું મોટું મોજું ત્રિશુલી નદીમાં ધસી આવ્યું હોવાના અહેવાલ છે.


આ આપત્તિમાં અત્યાર સુધીમાં 175 લોકોનાં મોત થયા હોવાના અહેવાલ છે, જ્યારે 1,400થી વધુ લોકો લાપતા છે. નેપાળમાં લાપતા લોકોમાં 300થી વધુ ભારતીયો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.


ગ્લેશિયર તૂટ્યા બાદ સર્જાયેલા પૂર અને કાટમાળના પ્રવાહે સરહદી વિસ્તારોમાં ભારે નુકસાન પહોંચાડ્યું છે. ખરાબ હવામાન અને તૂટેલા રસ્તાઓ વચ્ચે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.


આ વીડિયોમાં જાણો Nepal Glacier Disaster, Nepal Flood, Langtang Lirung Glacier, Nepal Tibet Border Flood, Glacial Avalanche અને 175 લોકોનાં મોત સાથે જોડાયેલી મહત્વપૂર્ણ વિગતો.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution