દિલ્હીના પોશ વિસ્તારમાં રૂ.૩૫૦ કરોડમાં આલિશાન બંગલો ખરીદ્યો: રિલિયન્સનું હાઈટેક ગેસ્ટ હાઉસ બનશે! 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
31, ઓગ્સ્ટ 2026  |   2772

દેશની રાજધાની દિલ્હીના સૌથી હાઈ-પ્રોફાઈલ, વીઆઈપી અને અતિ લક્ઝુરિયસ ગણાતા લ્યુટિયન્સ ઝોનમાં એક એવી મહાકાય રિયલ એસ્ટેટ ડીલ થઈ છે જેણે સમગ્ર ભારતીય કોર્પોરેટ જગતમાં સનસનાટી મચાવી દીધી છે. એશિયાના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની કંપની રિલિયન્સ ઈન્ડસ્ટ્રીઝે લ્યુટિયન્સ દિલ્હીના પ્રખ્યાત પૃથ્વીરાજ રોડ પર સ્થિત એક અત્યંત આલીશાન અને ઐતિહાસિક બંગલો ૩૫૦ કરોડ (અંદાજે ૩૬.૭ મિલિયન ડોલર)ની મસમોટી કિંમતમાં ખરીદી લીધો છે. આ હાઈ-વોલ્ટેજ સોદો સિંગાપોર સ્થિત ભારતીય મૂળના જાણીતા ઉદ્યોગપતિ ભૂપેન્દ્ર કુમાર મોદી (બીકે મોદી અથવા ડૉ. એમ) પાસેથી કરવામાં આવ્યો છે. ૯૦ના દાયકામાં ભારતમાં ટેલિકોમ ક્રાંતિના મંડાણ કરનારા બીકે મોદીને ‘ભારતના પહેલા મોબાઈલ કિંગ’ તરીકે ઓળખવામાં આવે છે. તેમની કંપની ‘મોદી ટેલ્સ્ટ્રા’એ જ વર્ષ ૧૯૯૫માં ભારતમાં સર્વપ્રથમ સેલ્યુલર મોબાઈલ સેવા શરૂ કરી હતી. ઝેરોક્સ, અલ્કાટેલ અને ટેલસ્ટ્રા જેવી વૈશ્વિક બ્રાન્ડ્સ સાથે બિઝનેસ કરનારા બીકે મોદીના આ ઐતિહાસિક બંગલાની માલિકી હવે રિલિયન્સના નામે ટ્રાન્સફર થઈ ગઈ છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution