બે માલિક, એક ભેંસ! આખરે કોણની? માલિકી નક્કી કરવા થશે DNA ટેસ્ટ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
31, ઓગ્સ્ટ 2026 | 2772
બિહારમાં એક ભેંસની માલિકીને લઈને બે લોકો વચ્ચે વિવાદ સર્જાયો છે. બંને પક્ષ પોતાના માલિકી હકનો દાવો કરી રહ્યા છે. મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યા બાદ હવે પોલીસ વૈજ્ઞાનિક પુરાવા તરીકે ભેંસ અને તેની કથિત પાડીનો DNA ટેસ્ટ કરાવવાની તૈયારી કરી રહી છે. DNA રિપોર્ટ બાદ જ માલિકી અંગે વધુ સ્પષ્ટતા થઈ શકે છે.