લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
05, સપ્ટેમ્બર 2026 |
3663
નવી દિલ્હી, તા.૫
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એ ઝીના સ્થાપક સુભાષ ચંદ્રા અને અન્ય લોકો સામે LIC હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ સાથે કથિત રીતે આશરે રૂ. ૧,૩૨૨ કરોડની છેતરપિંડી આચરવા બદલ ગુનો દાખલ કર્યો છે.
CBI હેડ ઓફિસમાં દાખલ કરવામાં આવેલી ફરિયાદ અનુસાર, વિવિધ કંપનીઓના નામે સેંકડો કરોડની લોન સુભાષ ચંદ્રાની પર્સનલ ગેરંટી અને નેટવર્થ સર્ટિફિકેટના આધારે મંજૂર કરવામાં આવી હતી, જેમાં પાછળથી ડિફોલ્ટ સર્જાયું હતું.CBI દ્વારા ૩૧ ઓગસ્ટના રોજ નોંધવામાં આવેલી ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટમાં સુભાષ ચંદ્રાને આરોપી નંબર ૧ તરીકે નામિત કરવામાં આવ્યા છે. તેમની સામે ગુનાહિત ષડયંત્ર, છેતરપિંડી અને ગુનાહિત વિશ્વાસઘાતના આરોપો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
આ સમગ્ર આરોપો બિઝનેસ એક્સપાન્શન અને રેન્ટલ સિક્યોરિટાઇઝેશન માટે LICHFL દ્વારા વિવિધ કંપનીઓને આપવામાં આવેલી લોન સુવિધાઓ સાથે સંબંધિત છે, જેમાં સુભાષ ચંદ્રાએ પર્સનલ કંટીન્યુઇંગ ગેરંટી આપી હતી.વસંત સાગર લોન ફેસિલિટી (રૂ.૫૦૦ કરોડ): વસંત સાગર પ્રોપર્ટીઝ પ્રાઇવેટ લિમિટેડ અને સહ-ઉધારકર્તા પેન ઇન્ડિયા ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડને રૂ.૫૦૦ કરોડની લોન આપવામાં આવી હતી.
ડિજિટલ લોન ફેસિલિટી (રૂ.૪૮૦ કરોડ): ડિજિટલ સબસ્ક્રાઇબર મેનેજમેન્ટ એન્ડ કન્સલ્ટન્સી સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ અને સહ-ઉધારકર્તા સ્પિરિટ ઇન્ફ્રાપાવર એન્ડ મલ્ટીવેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડને સ્કીમ ઓફ રેન્ટલ સિક્યોરિટાઇઝેશન હેઠળ રેન્ટલ ડિસ્કાઉન્ટિંગ ફેસિલિટી તરીકે ?૪૮૦ કરોડની લોન આપવામાં આવી હતી.