રેલવે દ્વારા જનરલ ટિકિટ બુકિંગમાં વધુ એક ફેરફારકરાયો
17, સપ્ટેમ્બર 2025 નવી દિલ્હી   |   2376   |  

પહેલાથી જ જારી કરાયેલા નિયમો પણ લાગુ રહેશે

ભારતીય રેલવે દ્વારા ઓક્ટોમ્બરથી ઓનલાઈન ટિકિટ બુકિંગ કરવા પર નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. નવા નિયમ મુજબ રેલવે IRCTC દ્વારા સામાન્ય ટિકિટ બુક કરાવવા માટે રિઝર્વેશન ખુલ્યાના 15 મિનિટ પહેલા આધાર વેરિફિકેશન કરવું ફરજિયાત કરાયું છે. રેલવેનો આ નિર્ણય, હાલની વ્યવસ્થા હેઠળ તાત્કાલિક લાગુ કરવામાં આવી રહ્યો છે, તે હવે જનરલ કેટેગરીના રિઝર્વેશન પર પણ લાગુ થશે. ભારતીય રેલ્વેના જણાવ્યા પ્રમાણે, આ નવા નિયમના અમલીકરણથી અનધિકૃત રેલ્વે ટિકિટ એજન્ટોની મોનોપોલી ખતમ થશે. ભારતીય રેલ્વેના કોમ્પ્યુટરાઈઝ્ડ પીઆરએસ કાઉન્ટર પર સામાન્ય અનામત ટિકિટ બુકિંગ માટે હાલની સમયપત્રક યથાવત રહેશે. આ સિવાય રજિસ્ટર્ડ રેલ્વે ટિકિટ એજન્ટો દ્વારા પહેલા દિવસે અનામત ટિકિટ બુકિંગ કરાવવા માટે 10 મિનિટનો હાલનો પ્રતિબંધ કોઈપણ સુધારા વિના લાગુ રહેશે.

જોકે, તમારુ IRCTC એકાઉન્ટ પહેલેથી આધાર સાથે લિંક છે તો, જનરલ કેટેગરી રિઝર્વેશન કરાવવું સરળ રહેશે. તમારી ટિકિટ વહેલી બુકિંગ થઈ જશે અને કન્ફર્મ પણ મળશે, વેઈટિંગનો ચાન્સ ન બરાબર હશે. મંત્રાલય અનુસાર IRCTC વેબસાઈટ અથવા એપ્સ પર સામાન્ય કેટેગરીમાં તત્કાલ ટિકિટની જેમ વિન્ડો ખુલ્યાના 15 મિનિટ પહેલા જ આધાર વેરિફિકેશન કરાવવું જરુરી હતું. હવે જનરલ કેટેગરીના રિઝર્વેશન માટે આધાર વેરિફિકેશન લાગુ કરવામાં આવ્યું છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution