ટ્રમ્પના ટેરિફ છતાં ગુજરાતીઓનો શેર બજારમાં ઉત્સાહ યથાવત,બે લાખ ઇન્વેસ્ટરો ઉમેરાયા
11, સપ્ટેમ્બર 2025 વડોદરા   |   3861   |  

એક માસમાં ૧.૯૫ લાખ રોકાણકારો વધ્યા

ટ્રમ્પના ટેરિફ છતાં ગુજરાતીઓનો શેરબજારમાં ઉત્સાહ યથાવત રહ્યો છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર લાદેલા ટેરિફથી ગુજરાતના વેપાર-ધંધા પર અસર થઈ છે. તેમ છતાં શેરબજારમાં રોકાણ કરનારા ગુજરાતીઓના ઉત્સાહમાં જરાય ઘટાડો થયો નથી.માત્ર છેલ્લા એક મહિનામાં રાજ્યમાંથી 1.95 લાખથી વધુ નવા રોકાણકારોએ બજારમાં એન્ટ્રી કરી છે. શરૂઆતમાં ટેરિફની જાહેરાત બાદ બજારમાં થોડી ગડબડ જોવા મળી હતી, પરંતુ હાલ ધીમે ધીમે માર્કેટ રિકવરી તરફ આગળ વધી રહ્યું છે.માર્કેટ એક્સપર્ટ જયદેવસિંહ ચુડાસમા અને હિતેશ સોમાણીના મતે, હાલની નકારાત્મક અસર માત્ર શોર્ટ ટર્મ માટે છે. લાંબા ગાળાના રોકાણ માટે હમણો સમય પરફેક્ટ ગણાય છે.ટ્રમ્પે 30 જુલાઈએ ભારત પર 25% ટેરિફ લાદ્યા બાદ 6 ઑગસ્ટે વધારાના 25% ટેરિફની જાહેરાત કરી હતી. આથી વેપારીઓ પર દબાણ વધ્યું, પરંતુ રોકાણકારોની સંખ્યામાં વધારો થતો રહ્યો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution