11, સપ્ટેમ્બર 2025
વોશિંગ્ટન |
3762 |
ટ્રમ્પે તમામ અમેરિકી ઝંડાઓને 4 દિવસ અડધી કાઠીએ લહેરાવવાનો આદેશ આપ્યો
ગુરુવારે એક કાર્યક્રમ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કટ્ટર સમર્થક અને ટાઈટ વિંગ એક્ટિવિસ્ટ ચાર્લી કર્કની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના યુટા રાજ્યની યુટા વેલી યુનિવર્સિટીમાં બની હતી. ચાર્લી અહીં ધ અમેરિકન કમબેક ટૂર કાર્યક્રમ માટે આવ્યો હતો.
સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા વીડિયોમાં ચાર્લી તંબુ નીચે માઈક પકડીને બોલી રહ્યો હતા. ત્યારે અચાનક ગળા પાસે ગોળી વાગે છે
પોલિટિકલ એક્ટિવિસ્ટ ચાર્લી ટર્નિંગ પોઈન્ટ યુએસએ નામનું સંગઠન ચલાવતો હતો, તે શાળાઓ અને કોલેજોમાં જતો હતો અને વિદ્યાર્થીઓને રાજકારણ વિશે કહેતો હતો. તેને ટ્રમ્પનો કટ્ટર સમર્થક પણ માનવામાં આવતો હતો. હુમલાખોર કોણ હતો અને તેણે આવું કેમ કર્યું તે હજુ સુધી સ્પષ્ટ નથી.
ડોનાલ્ડ ટ્રમ્પે તેમના અંગત સોશિયલ મીડિયા એકાઉન્ટ ટ્રુથ પર લખ્યું કે, મહાન અને દિગ્ગજ, ચાર્લી કર્ક હવે આ દુનિયામાં નથી. અમેરિકાના યુવાનોને તેમનાથી વધુ સારી રીતે કોઈ સમજી શક્યું નથી અને ન તો કોઈ તેમના દિલ સુધી પહોંચી શક્યું છે. બધા તેમને ખૂબ પ્રેમ અને આદર આપતા હતા, ખાસ કરીને હું. મેલાનિયા અને હું તેમની પત્ની એરિકા અને સમગ્ર પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. ચાર્લી, અમે તમને પ્રેમ કરીએ છીએ!'
13 જુલાઈના રોજ પેન્સિલવેનિયામાં ચૂંટણી રેલી દરમિયાન અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો થયો હતો. 20 વર્ષીય હુમલાખોરે 400 ફૂટ દૂરથી 8 રાઉન્ડ ગોળીઓ ચલાવી હતી. આમાંથી એક ગોળી ટ્રમ્પના જમણા કાનમાં વાગી ગઈ હતી. આ પછી ટ્રમ્પની સુરક્ષા અંગે ઘણા પ્રશ્નો ઉભા થયા હતા.