રાષ્ટ્રની ગરિમા મનોરંજન કરતાં વધુ મહત્ત્વપૂર્ણ, ભારત-પાક. મેચ રદ કરાવવા સુપ્રીમમાં અરજી
11, સપ્ટેમ્બર 2025 નવી દિલ્હી   |   4059   |  

કાયદાના ચાર વિદ્યાર્થીઓ દ્વારા સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરાઈ

એશિયા કપ 2025 અંતર્ગત 14મી સપ્ટેમ્બરે દુબઈમાં યોજાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટી20 ક્રિકેટ મેચ રદ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં એક પીઆઈએલ દાખલ કરવામાં આવી છે. ઉર્વશી જૈનના નેતૃત્વમાં કાયદાના ચાર વિદ્યાર્થીઓ દ્વારા આ અરજી દાખલ કરાઈ છે. અરજદારોનું કહેવું છે કે પહેલગામ આતંકી હુમલા અને ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચનું આયોજન રાષ્ટ્રીય ગૌરવ અને જાહેર લાગણીઓની વિરુદ્ધ મેસેજ આપશે.તેથી મેચને રદ્દ કરવી જોઈએ

સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં જણાવાયું છે કે, ક્રિકેટને રાષ્ટ્રીય હિતો, નાગરિકોના જીવન કે સશસ્ત્ર દળોના બલિદાનથી ઉપર રાખી શકાય નહીં. આ મેચ સૈનિકો અને શહીદોના પરિવારોની ભાવનાઓનું અપમાન કરશે. આ ઉપરાંત અરજીમાં એવી પણ માગ કરવામાં આવી છે કે રાષ્ટ્રીય રમતગમત શાસન અધિનિયમ, 2025 તાત્કાલિક લાગુ કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓને અટકાવી શકાય.5

ભારત અને પાકિસ્તાન 14મી સપ્ટેમ્બરે 2025ના એશિયા કપ માટે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મુકાબલો થશે. આ અરજી એડવોકેટ્સ સ્નેહા રાની, અભિષેક વર્મા અને મોહમ્મદ અનસ ચૌધરી દ્વારા દાખલ કરવામાં આવી છે. અરજદારોનું માનવું છે કે આ મેચ રાષ્ટ્રીય સુરક્ષા અને નાગરિકોના ગૌરવને અસર કરશે, અને મનોરંજનને પ્રાથમિકતા આપવી જોઈએ નહીં.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution