11, સપ્ટેમ્બર 2025
નવી દિલ્હી |
3960 |
અધિકારીઓને ECIનો નિર્દેશ!
બિહારની જેમ હવે સમગ્ર દેશમાં મતદારોનું વેરિફિકેશન શરૃ કરવામાં આવે તેવી શક્યતા છે.. આ દેશવ્યાપી પ્રક્રિયાને શરૂ કરતા પહેલા ચૂંટણી પંચે તમામ રાજ્યોની સાથે ચર્ચા વિચારણા શરૂ કરી છે. સમગ્ર દેશમાં મતદારોનું વેરિફિકેશન કરવા માટેની પ્રક્રિયામાં બિહારમાં હાથ ધરાયેલા વેરિફિકેશનની કામગીરી અને અનુભવ મુજબ કરાય તેવી શક્યતા છે. આ અંગે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના અધિકારીઓ સાથેની બેઠકમાં દેશવ્યાપી પ્રક્રિયા માટે સંમતિ બની છે તેવા અહેવાલો મળી રહ્યાં છે.
બિહાર વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થાય તે પહેલા જ દેશવ્યાપી એસઆઇઆર ની જાહેરાત કરવામા આવે તેવી શક્યતા છે. જોકે આ પ્રક્રિયા ક્યારથી શરૂ કરવામાં આવશે તે અંગે કોઇ ચોક્કસ તારીખ નક્કી કરવામાં આવી નથી. જોકે,ચૂંટણી પંચનો એવો દાવો છે કે આ સમગ્ર પ્રક્રિયાથી મતદારોની યાદી અપડેટ થઇ જશે સાથે જ પારદર્શિતા અને ચૂંટણી પ્રક્રિયા પ્રત્યે લોકોનો વિશ્વાસ વધુ મજબૂત થશે.
બીજી તરફ સમગ્ર દેશમાં બિહારની જેમ મતદારોનું વેરિફિકેશન કરવાની પ્રક્રિયા ક્યારે શરૂ થશે તેને લઇને કોઇ તારીખ જાહેર કરવામાં નથી આવી પરંતુ એવા અહેવાલો છે કે આ પ્રક્રિયા ઓક્ટોબર મહિનાથી શરૂ કરવામાં આવી શકે છે. એવા અહેવાલો છે કે ચૂંટણી પંચે તમામ રાજ્યોના સીઇઓને કહ્યું છે કે તેઓ ૩૦મી સપ્ટેમ્બર સુધીમાં તમામ દસ્તાવેજી કાર્યવાહી અને અન્ય તૈયારીઓ પૂર્ણ કરી લે. મોટાભાગના રાજ્યોએ પણ આ અંગે સંમતિ દર્શાવી હોવાના અહેવાલો છે.