ભારત-ચીન સામે 100% ટેરિફ ઝીંકો, ટ્રમ્પેનું EUના નેતાઓને ભડકાવ્યાં
10, સપ્ટેમ્બર 2025 વોશિંગ્ટન   |   3267   |  

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ  ટ્રમ્પનું બેવડુ વલણ સામે આવ્યું

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચીન અને ભારતને વધુ એક મોટો ઝટકો આપવાની તૈયારી કરી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. અમેરિકાના અધિકારીઓ અને યુરોપિયન યુનિયનના વ્યૂહનીતિકારોના અહેવાલ મુજબ ટ્રમ્પે ઈયુને કહ્યું છે કે ભારત સામે 100% ટેરિફ લગાવી દો, જોકે, આ સંદર્ભે હવે ટ્રમ્પનું બેવડુ વલણ સામે આવ્યું છે.

આ મામલે જાણકારોનું કહેવું છે કે ડોનાલ્ડ ટ્રમ્પે ઈયુના અધિકારીઓને આ ભલામણ કરતાં કહ્યું હતું કે જો ભારત અને ચીન સામે 100% ટેરિફ ઝીંકશો તો જ રશિયા પર દબાણ વધશે અને તેનાથી રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ સમાપ્ત થશે.

આ મામલે ટ્રમ્પનું માનવું છે કે ચીન અને ભારત રશિયા પાસેથી ઓઈલ ખરીદનારા સૌથી મોટા ગ્રાહકો છે. તેનાથીજ રશિયાનું અર્થતંત્ર મજબૂત થઇ રહ્યું છે. આ જ કારણ છે કે 2022 થી રશિયા યુક્રેન સામેના યુદ્ધમાં સતત આગળ રહ્યું છે. કહેવાય છે કે ટ્રમ્પે કોન્ફરન્સ કોલના માધ્યમથી ઈયુના અધિકારીઓને આ અપીલ કરી હતી. ઈયુનું એક પ્રતિનિધિમંડળ હાલમાં વોશિંગ્ટનમાં છે અને તેમની સાથે ટ્રમ્પે પ્રતિબંધો વિશે વાતચીત પણ કરી હોવાની ચર્ચા છે. ઈયુના અધિકારીઓના કહેવા મુજબ જો ઈયુ ભારત અને ચીન સામે 100 ટકા ટેરિફ ઝીંકશે તો અમેરિકા પણ બંને દેશો સામે 100% ટેરિફ ઝીંકી દેશે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution