ભારતીય ઓપનર સ્મૃતિ મંધાના વનડેમાં વર્લ્ડ નંબર-1 બેટર બની
17, સપ્ટેમ્બર 2025 નવી દિલ્હી   |   2079   |  

ઈંગ્લેન્ડના ખેલાડીને પછાડીને નંબર 1નું ટાઇટલ હાંસલ કર્યું

ભારતની સ્ટાર બેટર સ્મૃતિ મંધાનાએ ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી વનડે સિરીઝમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. તેણે પહેલી મેચમાં જ હાફ સેન્ચૂરી ફટકારી હતી. T20 હોય કે પછી વનડે અથવા ટેસ્ટ મેચ ત્રણે ફોર્મેટમાં સ્મૃતિ મંધાનાએ અદ્ભૂત પ્રદર્શન કર્યું છે. ICC વિમેન્સ રેન્કિંગમાં સ્મૃતિએ કમાલ કરી હતી. તેણે ઈંગ્લેન્ડના ખેલાડીને પછાડીને નંબર 1નું ટાઇટલ હાંસલ કર્યું હતું.

ICC મહિલા વન-ડે રેન્કિંગમાં અત્યાર સુધી નેટ સાયવર-બ્રન્ટ પહેલા સ્થાને હતી. પરંતુ હવે મંધાનાએ નેટ સાયવર-બ્રન્ટને પાછળ છોડી પહેલા સ્થાને પહોંચી છે. બ્રન્ટ 731 પોઈન્ટની સાથે બીજા સ્થાન પર પહોંચી છે. ICC વન-ડે રેન્કિંગમાં સાઉથ આફ્રિકાની બેટર લૌરા વોલ્વાર્ડટ 725 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને પહોંચી છે. ચોથા સ્થાને 689 પોઈન્ટ હાંસલ કરી એલિસ પેરી છે. ત્યારે પાંચમાં સ્થાન પર બેથ મૂની છે. જ્યારે T20 ફોર્મેટની વાત કરીએ તો ઑસ્ટ્રેલિયાની બેથ મૂની 794 પોઈન્ટ હાંસલ કરી પહેલા સ્થાને પહોંચી છે. T20 રેન્કિંગમાં કેટલાક ફેરફાર થયા નથી. ત્યારે મંધાના T20 રેન્કિંગમાં 767 પોઈન્ટની સાથે ત્રીજા નંબર પર યથાવત છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution