17, સપ્ટેમ્બર 2025
જમ્મુ |
2475 |
ચલો બુલાવા આયા હે માતાને બુલાયા હે,
ભારે વરસાદના કારણે અર્ધકુંવરીમાં ભૂસ્ખલનથી વ્યાપક નુકસાન થયું છે, જેના કારણે માતા વૈષ્ણો દેવી યાત્રાનો માર્ગ બંધ થઈ ગયો છે. આ માર્ગનું સમારકામ ત્રણ અઠવાડિયાથી વધુ સમયથી ચાલી રહ્યું છે. પુનર્નિર્માણ કાર્યમાં સામેલ અધિકારીઓ અને કર્મચારીઓના પ્રયાસો રંગ લાવ્યા છે, અને નવરાત્રિ પહેલા જ માતા વૈષ્ણો દેવી માર્ગ પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે. 22 દિવસના વિરામ પછી ફરી યાત્રા શરૃ થઈ છે.
ઉલ્લેખનિય છે કે, જમ્મુ અને કાશ્મીરના જમ્મુ વિભાગમાં તાજેતરમાં જ ખરાબ હવામાનનો અનુભવ થયો હતો. ભારેથી અતિ ભારે વરસાદ અને વાદળ ફાટવાના કારણે સામાન્ય લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું, અર્ધકુંવરીમાં ભારે ભૂસ્ખલન થયું હતું. આ અકસ્માતમાં લગભગ ત્રણ ડઝન લોકો માર્યા ગયા હતા. યાત્રા માર્ગ પણ ખોરવાઈ ગયો હતો. આ ઘટના બાદ, યાત્રા માર્ગ યાત્રાળુઓ માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. ત્યારથી, સમારકામ કાર્ય ચાલુ છે. આશરે 22 દિવસ પછી, વૈષ્ણો દેવી યાત્રા માર્ગ આખરે બુધવાર, 17 સપ્ટેમ્બર, 2025 ના રોજ યાત્રાળુઓ માટે ફરીથી ખોલવામાં આવ્યો છે.