હૉસ્પિટલમાં રૂા.૧૧ના પ્રોડક્ટની કિંમત રૂા.૩૨૫ : તુકારામ મુંઢે 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
16, સપ્ટેમ્બર 2026  |   4257

મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન ( (FDA) ) કમિશનર તુકારામ મુંઢેએ હોસ્પિટલોમાં મેડિકલ સામાનની કિંમતો પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે ખરીદ કિંમત અને MRP  વચ્ચે મોટા તફાવતની વાત કરી. મુંઢેના મતે, એક ખાનગી હોસ્પિટલેIV  ઇન્ફ્યુઝન સેટ ૧૧.૦૫ માં ખરીદ્યો, જ્યારે તેની MRP ૩૨૫ હતી. એટલે કે બંને કિંમતોમાં લગભગ ૨,૮૪૧% નો તફાવત હતો. આ જ રીતે ૬.૭૫ ની સિરીંજની સ્ઇઁ ૫૭.૨૦ અને ૨૯.૪૧ ના કેથેટરની MRP ૩૧૦ મળી. તેમણે દર્દીઓ માટે કિંમતોમાં પારદર્શિતાની જરૂરિયાત જણાવી. મુંઢેના મતે, આવી સ્થિતિમાં, દર્દીને હોસ્પિટલના બિલમાં દર્શાવેલ કિંમત સ્વીકારવી પડે છે. સમસ્યા માત્ર કિંમતની નથી, પરંતુ દર્દીઓને સાચી માહિતી અને પારદર્શિતા ન મળવાની પણ છે. તેમણે કહ્યું કે ઘણા મેડિકલ ઉત્પાદનોની MRP હોસ્પિટલની ખરીદ કિંમત કરતાં ઘણી વધારે હોઈ શકે છે. આ તફાવત અંગે મહારાષ્ટ્ર  FDAના સર્વેના આધારે ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલ્સ અને NPPAને સમીક્ષા કરવાની ભલામણ કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, NPPA તપાસ કરી રહ્યું છે કે મેડિકલ ઉત્પાદનોના ઉત્પાદકો અને વચેટિયાઓ કેટલું માર્જિન ઉમેરી રહ્યા છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution