UPI પર મરચન્ટ ચાર્જિસ લાગશે: ગ્રાહકોને માફ 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
15, સપ્ટેમ્બર 2026  |   4257

સરકારે પસંદગીના UPI  ટ્રાન્ઝેક્શન માટે એક નવા મરચન્ટ ડિસ્કાઉન્ટ રેટ ((MDR)) માળખાની જાહેરાત કરી છે. જે હેઠળ રૂ. ૨,૦૦૦થી વધુના પર્સન-ટુ-મરચન્ટ (P2M) પેમેન્ટ્સ પર વેપારીઓએ ફી ચૂકવવી પડશે, જ્યારે ગ્રાહકો માટેUPIનો ઉપયોગ પૂર્વવત મફત રહેશે. આ નવું માળખું ૧૫ ઓક્ટોબર, ૨૦૨૬થી અમલમાં આવશે. સ્ટાન્ડર્ડ P2M સ્ટ્રક્ચર હેઠળ, રૂ. ૨,૦૦૦થી વધુનાUPI  ટ્રાન્ઝેક્શન પર ૦.૪% MDR લાગુ થશે. જ્યારે રૂ. ૭૫,૦૦૦ અને તેથી વધુના ટ્રાન્ઝેક્શન માટે આ MDR પ્રતિ ટ્રાન્ઝેક્શન વધુમાં વધુ રૂ. ૩૦૦ સુધી મર્યાદિત (કેપ) રાખવામાં આવ્યો છે. ડિજિટલ ભારતમાં શાકભાજીની લારીથી લઈને મોટા મોલ સુધી ચુકવણીનું સૌથી મોટું માધ્યમ UPI  બની ગયું છે. છેલ્લા કેટલાક સમયથી એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે ટૂંક સમયમાં સામાન્ય યુઝર્સે પણ દરેકUPI   પેમેન્ટ પર બેંક ચાર્જ ચૂકવવો પડશે. આ અટકળો વચ્ચે કેન્દ્રીય નાણાં મંત્રાલયે એક મહત્ત્વપૂર્ણ સત્તાવાર નોટિફિકેશન બહાર પાડીને સ્પષ્ટતા કરી દીધી છે. સરકારે સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે બેંકો અને પેમેન્ટ સિસ્ટમ પ્રોવાઇડર્સ ૨,૦૦૦ સુધીનાUPI પેમેન્ટ તેમજ RuPay ડેબિટ કાર્ડ પેમેન્ટ પર કોઈ પણ પ્રકારનો ચાર્જ વસૂલી શકશે નહીં.આ નોટિફિકેશનથી દેશના કરોડો સામાન્ય નાગરિકો અને નાના વેપારીઓને મોટી રાહત મળી છે, સાથે જ મોટા વેલ્યુ ધરાવતા ટ્રાન્ઝેક્શન અને મોટા ઈ-કોમર્સ વેપારીઓ માટે ભવિષ્યની વ્યવસ્થાના સંકેત પણ મળ્યા છે.

નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન વ્યક્તિથી વેપારી વચ્ચે થયેલા કુલUPI  વ્યવહારોમાંથી માત્ર ૪% ટ્રાન્ઝેક્શન જ ૨,૦૦૦ કરતાં વધુ રકમના હતા.આ નોટિફિકેશન સંસદ દ્વારા ગયા મહિને પસાર કરાયેલા ટેક્સેશન એન્ડ અધર લોઝ (એમેન્ડમેન્ટ) બિલ, ૨૦૨૬ પછી આવ્યું છે. આ કાયદા દ્વારા પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ, ૨૦૦૭ની કલમ ૧૦છ માં સુધારો કરવામાં આવ્યો હતો.અગાઉ ઇન્કમ ટેક્સ એક્ટ, ૧૯૬૧ની કલમ269SU હેઠળ આવતા વેપારીઓ માટે ઇલેક્ટ્રોનિક પેમેન્ટ પર બેંક ચાર્જમાંથી સંપૂર્ણ મુક્તિ હતી. કલમ 269SU એવા દરેક વેપારી પર લાગુ પડતી હતી જેમનું વાર્ષિક ટર્નઓવર ૫૦ કરોડથી વધુ હતું. કલમ  10A મુજબ આ મોડ્સમાં RuPay ડેબિટ કાર્ડ,  BHIM-UPI  અને UPI-QR  કોડ પર કોઈ ચાર્જ લગાવી શકાતો નહોતો. આ સુધારા બાદ એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવા મોટા વેપારીઓ પાસેથીUPIઅને RuPay  પેમેન્ટ પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ વસૂલવાનો માર્ગ મોકળો બન્યો હતો.આ સુધારા અંગે નાણાં મંત્રાલયે અગાઉ ૮ ઓગસ્ટના રોજ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું, પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટમાં સુધારાએ ચર્ચા જગાવી છે, જેમાં કેટલાક લોકો સામાન્ય વપરાશકર્તાઓ પર ચાર્જ લાદવાના પગલા તરીકે ખોટી રીતે અર્થઘટન કરી રહ્યા છે. વાસ્તવમાં, આ સુધારો એક સમર્થ બનાવતી જાેગવાઈ છે, દીર્ઘકાલીન ટકાઉક્ષમતા, ટેકનોલોજીકલ પ્રગતિ અને ઉભરતા જાેખમો સામે તેની સજ્જતા સુનિશ્ચિત કરવા માટે તૈયાર કરવામાં આવી છે. બેંકો અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સ રજૂઆત કરી રહ્યા છે કે ડિજિટલ પેમેન્ટનું માળખું જાળવવાનો ખર્ચ વધી રહ્યો છે. માર્ચમાં ફાઇનાન્સની સ્ટેન્ડિંગ કમિટીએ અહેવાલમાં નોંધ્યું હતું કે MDRની ગેરહાજરીUPI  ઇકોસિસ્ટમને આર્થિક રીતે બિનટકાઉ બનાવે છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution