ભારતીય IT ઍન્જિનિયરો માટે અમેરિકાના દરવાજા બંધ થશે?
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
25, એપ્રીલ 2026  |   19899

અમેરિકાની સંસદમાં એક એવું બિલ રજૂ કરવામાં આવ્યું છે, જે પસાર થશે તો H-1B વિઝા પ્રોગ્રામ ૩ વર્ષ માટે સંપૂર્ણપણે અટકી જશે. રિપબ્લિકન પાર્ટીના સાંસદોએ અમેરિકન નાગરિકોની નોકરીઓ બચાવવાના નામે આ કડક બિલ રજૂ કર્યું છે. આ બિલમાં વિઝાની વાર્ષિક સંખ્યા ઘટાડવા, લઘુત્તમ પગાર વધારવા અને પરિવારને સાથે લઈ જવા પર પ્રતિબંધ મૂકવા સહિતના અનેક આકરા નિયમો સૂચવવામાં આવ્યા છે. આ પ્રસ્તાવની સૌથી મોટી અને સીધી અસર ભારતીય IT પ્રોફેશનલ્સ પર પડી શકે છે. એરિઝોનાના કોંગ્રેસમેન એલી ક્રેને અન્ય સાત રિપબ્લિકન નેતાઓના ટેકા સાથે “એન્ડ ધ H-1B વિઝા એબ્યુઝ એક્ટ ઓફ ૨૦૨૬” નામનું બિલ રજૂ કર્યું છે. આ બિલને ટેકો આપનારાઓમાં બ્રાયન બેબીન, બ્રાન્ડન ગિલ, વેસ્લી હન્ટ, કીથ સેલ્ફ, એન્ડી ઓગલ્સ, પોલ ગોસર અને ટોમ મેકક્લિન્ટોકનો સમાવેશ થાય છે. આ કાયદા નિર્માતાઓનો સીધો આરોપ છે કે અમેરિકન આઇટી કંપનીઓ સસ્તા વિદેશી કામદારો મેળવવા માટે H-1B વિઝા પ્રોગ્રામનો દુરુપયોગ કરી રહી છે.

ગોલ્ડ કાર્ડ વિઝા ખરીદનારી અત્યાર સુધી માત્ર ૧ વ્યક્તિ!

અમેરિકામાં અત્યાર સુધીમાં માત્ર એક જ વ્યક્તિએ રાષ્ટ્રપતિ ટ્રમ્પનો બહુચર્ચિત ‘ગોલ્ડ કાર્ડ’ વિઝા મેળવ્યો છે. ગોલ્ડ કાર્ડ વિઝામાં કોઈ વિદેશી ૧૦ લાખ ડોલર (લગભગ ૮.૩ કરોડ રૂપિયા) આપીને અમેરિકામાં રહેવા અને કામ કરવાનો અધિકાર મેળવી શકે છે.વાણિજ્ય સચિવ હાવર્ડ લુટનિકે સંસદીય સમિતિની સુનાવણીમાં આ માહિતી આપી હતી. જેતેમની અગાઉની ઘોષણા કરતાં ઘણો ઓછો છે, તેમણે કહ્યું હતું કે યોજના શરૂ થયાના થોડા જ દિવસોમાં ૧૦,૮૦૦ કરોડ રૂપિયાના ૧૩૦૦ અરજીઓ વેચાઈ ચૂકી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution