લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, એપ્રીલ 2026 |
સુરત |
1881
કેન્દ્ર સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળના ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા ૧લી એપ્રિલ ૨૦૨૬નાં રોજ જાહેર કરાયેલા મહત્વપૂર્ણ નોટિફિકેશન મુજબ ભારતમાં હવેથી સોનુ, ચાંદી કે તેના કોઈપણ આર્ટીકલ્સની આયાત મુક્ત રીતે થઈ શકશે નહીં. સોનુ-ચાંદીની આયાત માટે કેન્દ્ર સરકાર પાસેથી લાઇસન્સ સ્વરૂપે પરવાનગી લેવી પડશે. કેન્દ્ર સરકારનાં આ નોટિફિકેશન બાદ સુરતનાં હીરાઝવેરાત ઉદ્યોગમાં ચર્ચા અને ચિંતાનો માહોલ જાેવા મળી રહ્યો છે. આ નોટિફિકેશન અનુસાર કોડ ૭૧૧૩ હેઠળ આવતી અનેક કિંમતી ધાતુઓનાં ઝવેરાતની વસ્તુઓની આયાત નીતિ અનિયંત્રિત (મુક્ત)માંથી બદલીને નિયંત્રિત કરવામાં આવી છે, જેનો સીધો પ્રભાવ સુરતનાં ઝવેરાત વેપારીઓ અને મેન્યુફેક્ચરર્સ પર પડશે.
નવા નિયમો અનુસાર, ખાસ કરીને સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનમ જવેલરી તેમજ હીરા અથવા અન્ય કિંમતી પથ્થરો સાથે સ્ટડેડ જવેલરીની આયાત હવે માત્ર કેન્દ્ર સરકારની સક્ષમ ઓથોરિટીની પરવાનગી પછી જ એટલે કે એક પ્રકારનું લાયસન્સ લીધા પછી જ કરી શકાશે. તારીખ ૩૧ માર્ચ ૨૦૨૬ પહેલા ગોલ્ડ સિલ્વર કે પ્લેટિનમ જેવી ઘણી કેટેગરીઝમાં આયાત માટે કોઈ ખાસ પરવાનગીની જરૂર નહોતી, પરંતુ હવે ગઈ તારીખ પહેલી એપ્રિલ ૨૦૨૬થી તાત્કાલિક અસરથી અમલમાં આવે એ રીતે સોના, ચાંદી, પ્લેટિનમ, હીરા કે અન્ય કોઈપણ પ્રકારનાં કિંમતી ધાતુઓનાં આર્ટિકલ્સની આયાત માટે લાયસન્સ જરૂરી બનશે. આથી આયાત પ્રક્રિયા વધુ જટિલ બનશે અને સમય તેમજ ખર્ચ બંનેમાં વધારો થવાની શક્યતા છે.
સુરત વિશ્વપ્રસિદ્ધ હીરા કટિંગ અને પોલિશિંગ હબ તરીકે ઓળખાય છે, અહિંના ઉદ્યોગકારો માટે કેન્દ્ર સરકારનો આ ર્નિણય મિશ્ર પ્રતિક્રિયા લાવ્યો છે.
કેટલાક વેપારીઓ માને છે કે આયાત પર નિયંત્રણ મુકવાથી સ્થાનિક મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન મળશે, કારણ કે વિદેશી તૈયાર જવેલરીનાં પ્રવાહમાં ઘટાડો થશે. પરિણામે સ્થાનિક કારીગરોને વધુ કામ મળશે અને મેક ઇન ઇન્ડિયા અભિયાનને બળ મળશે.
પરંતુ બીજી તરફ, ઘણા ઉદ્યોગકારો ચિંતિત છે કે આ ર્નિણયથી કાચા માલ અને સેમી-ફિનિશ્ડ જવેલરીની સપ્લાયમાં અડચણો ઊભી થશે. ખાસ કરીને તે યુનિટ્સ, જે આયાતી જવેલરી પર આધાર રાખીને રી-એક્સપોર્ટ કરે છે, તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. વધુમાં, લાયસન્સ પ્રોસેસમાં વિલંબ થવાથી ઓર્ડર્સ સમયસર પૂર્ણ કરવામાં પણ અડચણો આવી શકે છે.
નોટિફિકેશનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન અને ૧૦૦ ટકા નિકાસલક્ષી સંસ્થાઓ માટે કેટલીક છૂટછાટો આપવામાં આવી છે, જાે તેઓ આયાત કરેલી વસ્તુઓને ડોમેસ્ટિક માર્કેટમાં વેચતા ન હોય. ઉપરાંત, ભારત-યુએઈ ઝ્રઈઁછ હેઠળનાં ્ઇઊ કોટા હેઠળ આયાત પર કેટલીક રાહતો યથાવત રાખવામાં આવી છે.
આ ર્નિણયનો સૌથી મહત્વનું પાસુ એ છે કે તે તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે અને કોઈપણ અગાઉના કરારો, લેટર ઓફ ક્રેડિટ અથવા શિપમેન્ટ સ્ટેટસને ધ્યાનમાં લેવામાં નહીં આવે. એટલે કે, જે વેપારીઓએ પહેલાથી ઓર્ડર આપ્યા છે તેઓ પણ આ નિયમોનાં દાયરામાં આવશે.
આ રીતે જાેવામાં આવે તો, આ નોટિફિકેશન સુરતનાં હીરા અને ઝવેરાત ઉદ્યોગ માટે એક મોટું પરિવર્તનકારક પગલું સાબિત થઈ શકે છે. ટૂંકાગાળામાં મુશ્કેલીઓ ઉભી થઈ શકે છે પરંતુ લાંબાગાળે સ્થાનિક ઉત્પાદનને મજબૂતી આપવાનો પ્રયાસ તરીકે પણ તેને જાેવામાં આવી રહ્યો છે.