લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
26, માર્ચ 2026 |
16236
ઈરાન યુદ્ધ વચ્ચે દેશભરમાં ‘નાયરા એનર્જી’એ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધાર્યા છે. પેટ્રોલ ૫ રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ ૩ રૂપિયા મોંઘું થયું છે. આ વધારા બાદ ગુજરાતમાં નાયરા પેટ્રોલપંપ પર એક લિટર પેટ્રોલની કિંમત ૯૯.૩૪ રૂપિયા અને ડીઝલની કિંમત ૯૨.૯૦ રૂપિયા પર પહોંચી ગઈ છે.
નાયરા એનર્જી દ્વારા કરવામાં આવેલો આ વધારો અલગ-અલગ રાજ્યોમાં ત્યાંના સ્થાનિક ટેક્સ અને વેટના હિસાબે અલગ-અલગ હોઈ શકે છે. કેટલાક રાજ્યોમાં પેટ્રોલની કિંમતોમાં ૫.૩૦ પ્રતિ લિટર સુધીનો વધારો જાેવા મળ્યો છે. નાયરાના દેશભરમાં લગભગ ૭ હજાર પેટ્રોલ પંપ છે. જાેકે, ૈર્ંંઝ્રન્, ૐઁ અને મ્ઁ જેવી સરકારી તેલ કંપનીઓએ ભાવ વધાર્યા નથી. કેન્દ્ર સરકારે બુધવારે જણાવ્યું હતું કે અમારી પાસે ક્રૂડ ઓઇલનો પૂરતો ભંડાર ઉપલબ્ધ છે. દેશમાં કોઈપણ પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલની અછત નથી.
તેથી કિંમતોમાં વધારો થશે નહીં. ભલે સામાન્ય પેટ્રોલ-ડીઝલના ભાવ સરકારી કંપનીઓએ ન વધાર્યા હોય, પરંતુ ગયા અઠવાડિયે પ્રીમિયમ પેટ્રોલના ભાવ ૨ રૂપિયા પ્રતિ લિટર વધ્યા હતા. આ ઉપરાંત, ફેક્ટરીઓ અને મોટા વપરાશકર્તાઓને વેચવામાં આવતા ‘બલ્ક ડીઝલ’ના ભાવ ૨૨ રૂપિયા પ્રતિ લિટર વધાર્યા હતા. ૨૮ ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા ઇરાન પર સૈન્ય હુમલાઓ બાદથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતો લગભગ ૫૦% સુધી વધી ગઈ છે.