લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
16, માર્ચ 2026 |
2079
નવી દિલ્હી, મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ અને ક્રૂડ ઓઇલના સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર એ છે કે ખાડીના દેશોમાંથી એલપીજી લઈને આવી રહેલા ભારતીય જહાજ શિવાલિક મુન્દ્રા પોર્ટ પહોંચી ગયું છે. આ જહાજ હોર્મુઝ સ્ટ્રેટમાંથી ફસાયેલું હતું. હવે આ જહાજ યુદ્ધથી પ્રભાવિત વિસ્તારમાંથી નીકળીને ભારત પહોંચ્યું છે. શિપિંગ મંત્રાલયે એક પ્રેસ કોન્ફરન્સમાં આ જહાજ વિશે જાણકારી આપી છે. વળી, વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ઈરાનથી ૫૫૦ નાગરિકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. અહીં ઉલ્લેખનીય છે કે આ જહાજમાં ૪૪ હજાર મેટ્રિક ટન એલપીજી ભરેલો છે. જે હવે સુરક્ષિત રીતે મુન્દ્રા પોર્ટ પર પહોંચી ગયું છે. આ જહાજમાંથી ૨૦ હજાર મેટ્રિક ટન એલપીજી ગેસ મુન્દ્રા પોર્ટ પર અનલોડ થશે, જ્યારે ૨૪ હજાર મેટ્રિક ટન સાથે શિવાલિક જહાજ મેંગ્લોર પોર્ટ પર અનલોડિંગ કરવા માટે આજે રાતે રવાના થશે. આઇઓસીએલ કંપનીના ગેસ બોટલિંગ પ્લાન્ટમાં મુન્દ્રાથી ટેન્કર અને પાઇપલાઇન મારફતે પહોંચશે. ગયા શનિવારે ભારતીય ધ્વજ ધરાવતાં બે એલપીજી જહાજાે શિવાલિક અને નંદા દેવી આશરે ૯૨,૭૧૨ મેટ્રીક ટન એલપીજી લઈને હોર્મુઝ સ્ટ્રેટને પાસ કરી ભારત તરફ રવાના થયાં હતા. શિંપિગ મંત્રાલયના જણાવ્યાં મુજબ, ફારસની ખાડીમાં હોર્મુઝ સ્ટ્રેટની પશ્ચિમે હજુ ૨૨ ભારતીય જહાજાે હાજર છે, જેનાં પર ૬૧૧ નાવિકો સવાર છે. તમામ નાવિકો સુરક્ષિત છે અને પરિસ્થિતિ પર સરકારની સતત નજર છે. આજે મુંદ્રા પોર્ટ પર આવેલાં શિવાલિકમાં એલપીજીનો એટલો જથ્થો છે, જેમાંથી લાખો પરિવારનો ચુલો દિવસો સુધી પ્રગટતો રહે તેવી બાયધરી આપી શકાય છે. સરકારના જણાવ્યા અનુસાર, દેશમાં ક્રૂડ ઓઇલનો પૂરતો સ્ટોક છે અનેએલપીજી-સીએનજીનો પુરવઠો પણ સંપૂર્ણ રીતે ચાલુ છે. પેટ્રોલિયમ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ભારતની તમામ રિફાઇનરીઓ પૂરી ક્ષમતાથી કામ કરી રહી છે, તેથી પેટ્રોલ પંપ પર ઇંધણની કોઈ અછત સર્જાશે નહીં.
ઈરાન સાથેની સીધી વાતચીતને પરિણામે જહાજાે સુરક્ષિત રીતે પસાર થઈ શક્યા : જયશંકર
ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ખુલાસો કર્યો છે કે, ઈરાન સાથેની સીધી વાતચીતને પરિણામે ભારતીય જહાજાે હોર્મુઝની સામુદ્રધુનીમાંથી સુરક્ષિત રીતે પસાર થઈ શક્યા છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વના દેશોને આ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ ખોલવા માટે યુદ્ધ જહાજાે મોકલવાની અપીલ કરી છે. એક ઈન્ટરવ્યુમાં એસ. જયશંકરે જણાવ્યું હતું કે, ભારત અને ઈરાન વચ્ચે સતત વાતચીત ચાલી રહી છે. તેના પરિણામે શનિવારે ભારતીય ધ્વજ ધરાવતા બે ગેસ ટેન્કર પર્શિયન ગલ્ફમાં હોર્મુઝની સામુદ્રધુનીમાંથી સફળતાપૂર્વક પસાર થયા હતા. જયશંકરે સ્પષ્ટ કર્યું હતું કે, ભારત અને ઈરાન વચ્ચે કોઈ કાયમી સમજૂતી થઈ નથી. આ કોઈ લેણ-દેણનો મામલો પણ નથી, ઈરાનને તેના બદલામાં કશું આપવામાં આવ્યું નથી. આ સફળતા બંને દેશો વચ્ચેના લાંબા ગાળાના સંબંધોને આભારી છે. દરેક જહાજની અવરજવર માટે અલગથી વાતચીત કરવામાં આવે છે. જયશંકરે જણાવ્યું કે, મારી ઈરાન સાથે સતત વાટાઘાટો ચાલી રહી છે. જાે તેનું કોઈ પરિણામ મળે છે, તો સ્વાભાવિક છે કે હું તેને આગળ પણ ચાલુ રાખવાનો પ્રયાસ કરીશ. ભારતની દ્રષ્ટિએ શ્રેષ્ઠ એ જ છે કે અમે વાતચીત કરતા રહીએ અને તાલમેલ દ્વારા સમાધાન શોધીએ. જાે તેના કારણે અન્ય દેશો માટે પણ વાતચીતનો રસ્તો ખુલી જતો હોય, તો વિશ્વ માટે તે સવર્શ્રેષ્ઠ રહેશે.
વૈશ્વિક ઓઇલ ઈન્ડસ્ટ્રીની ટ્રમ્પને ચેતવણી
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધના કારણે વૈશ્વિક ટેન્શન ચરમસીમાએ છે. દુનિયાભરમાં તેલ અને ગેસનું સંકટ સતત વધી રહ્યું છે અને હાલમાં આ સમસ્યાનો કોઈ અંત દેખાઈ રહ્યો નથી. અમેરિકાની દિગ્ગજ તેલ કંપનીઓના સીઆઓએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઊર્જા સંકટ વધુ વકરવાની અને ક્રૂડની કિંમતો આસમાને પહોંચવાની ચેતવણી આપી છે. વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, એક્સન મોબિલ, શેવરોન અને કોનોકોફિલિપ્સ જેવી કંપનીઓના વડાઓએ વ્હાઈટ હાઉસમાં મહત્વની બેઠક કરી હતી. તેલ ઉદ્યોગના નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે, હોર્મુઝની સામુદ્રધુની એ તેલ-ગેસ સપ્લાય માટેનો સૌથી મહત્વનો દરિયાઈ માર્ગ છે. જાે અહીં યુદ્ધને કારણે અવરોધ ઊભો થશે, તો ગ્લોબલ એનર્જી માર્કેટમાં ભારે અસ્થિરતા આવશે. જાે સપ્લાય ઓછો થશે અને બજારમાં અટકળો તેજ થશે, તો ક્રૂડ ઓઈલની કિંમતો વર્તમાનના ઉચ્ચ સ્તરને પણ વટાવી જશે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતો સતત વધી રહી છે. સોમવારે બ્રેન્ટ ક્રૂડ ૧૦૫ ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું હતું. ડબલ્યૂટીઓઇ ક્રૂડ ૧૦૦ ડોલર પ્રતિ બેરલના સ્તરે પહોંચી ગયું છે. તેલ કંપનીઓએ સ્પષ્ટ કર્યું છે કે જાે હોર્મુઝ માર્ગ ફરીથી સંપૂર્ણપણે સુરક્ષિત નહીં થાય, તો બજારને સ્થિર કરવું અશક્ય બની જશે.
યુદ્ધ જહાજાે મોકલવા ટ્રમ્પની હાકલનું સુરસુરિયું
હોર્મુઝની ખાડીને ‘ખુલ્લી તથા સલામત’ રાખવા માટે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન, ફ્રાન્સ, જાપાન, દક્ષિણ કોરિયા બ્રિટન સહિત અનેક દેશોને યુદ્ધ જહાજાે મોકલવા હાકલ કરી હતી. ઓઈલની કિંમતોમાં ભડકો વૈશ્વિક અર્થતંત્રને દઝાડી રહ્યો છે ત્યારે આ યુદ્ધમાં ઝુકાવવા મોટાભાગના દેશો આનાકાની કરી રહ્યા છે. યુએસ એનર્જી સેક્રેટરી ક્રિસ રાઈટના જણાવ્યા મુજબ, કેટલાક દેશો સાથે સંવાદ ચાલી રહ્યો છે અને ચીન હકારાત્મક ભાગીદાર બનશે તેવી અપેક્ષા હતી. જાે કે હજુ સુધી કોઈ દેશે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘાચીએ કહ્યું હતું કે, પોતાના જહાજાેને સેફ પેસેજ આપવા સંદર્ભે ઘણા દેશોએ ઈરાનનો સંપર્ક કર્યાે છે અને હવે સૈન્ય ઉચિત ર્નિણય લેશે. યુએસ-ઈરાન વચ્ચે પરોક્ષ વાતચીત ચાલી રહી હતી ત્યારે યુએસ-ઈઝરાયેલે ૨૮ ફેબ્રુઆરીએ ઈઝરાયેલ-યુએસ દ્વારા આયોજનબદ્ધ હુમલા શરૂ થયા હતા. બ્રિટનના એનર્જી સેક્રેટરી એડ મિલિબેન્ડે કહ્યું હતું કે, હોર્મુઝની ખાડી ફરી શરૂ કરવાનું જરરી છે અને આગામી પગલા અંગે મિત્ર રાષ્ટ્રો સાથે સંતલસો ચાલી રહી છે. દક્ષિણ કોરિયાના વિદેશ મંત્રીએ ટ્રમ્પની હાકલને ઠંડો પ્રતિસાદ આપતા કહ્યું હતું કે, ઝીણવટથી સ્થિતિની સમીક્ષા થઈ રહી છે અને તે સંદર્ભે યુએસ સાથે વાટાઘાટો થશે. ગુરુવારે જાપાનના વડાપ્રધાન સેને ટાકાઈચી વ્હાઈટ હાઉસમાં ટ્રમ્પને મળવાના છે.