લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
26, માર્ચ 2026 |
2178
ભારતીય રેલવેએ વંદે ભારત એક્સપ્રેસમાં ભોજનની ગુણવત્તા અંગે મોટી કાર્યવાહી કરી છે. રેલવેએ તેની જ કંપની ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન પર ૧૦ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. પટનાથી ટાટાનગર જતી વંદે ભારત એક્સપ્રેસમાં ભોજનની ગુણવત્તા અંગે ફરિયાદ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.
માહિતી અનુસાર, ૧૫ માર્ચ, ૨૦૨૬ના રોજ ટ્રેન નંબર ૨૧૮૯૬ પટના-ટાટાનગર વંદે ભારત એક્સપ્રેસમાં એક મુસાફરે ભોજનની ગુણવત્તા અંગે ફરિયાદ નોંધાવી હતી. રેલવેએ આ ફરિયાદને ગંભીરતાથી લીધી અને તપાસ બાદ કાર્યવાહી કરી. રેલવેએ ૈંઇઝ્ર્ઝ્ર પર ૧૦ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. વધુમાં સંબંધિત સર્વિસ પ્રોવાઈડર પર ૫૦ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. તે કંપનીનો કરાર સમાપ્ત કરવાનો આદેશ પણ જાહેર કરવામાં આવ્યો છે. રેલવેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે મુસાફરોની સલામતી અને પૂરી પાડવામાં આવતી સેવાઓની ગુણવત્તા અત્યંત પ્રાથમિકતા છે. તેમણે ઉમેર્યું હતું કે કોઈપણ બેદરકારી અથવા ધોરણોનું ઉલ્લંઘન સહન કરવામાં આવશે નહીં. ભારતીય રેલવે તેના વિશાળ નેટવર્ક મારફતે દરરોજ લાખો મુસાફરોને સેવા આપે છે.