લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
01, એપ્રીલ 2026 |
1485
વૈશ્વિક ઉર્જા સંકટ અને મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા જંગને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતોમાં ૫૦% જેટલો ઉછાળો આવ્યો છે. તેની સીધી અસર હેઠળ ભારતમાં સરકારી તેલ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યાે છે. આઇઓસી,, બીપીસીએલ અને એચપીસીએલ જેવી કંપનીઓએ આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક અને એક્સચેન્જ રેટના આધારે આ નવા ભાવો લાગુ કર્યા છે.સરકારી તેલ કંપનીઓના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં હવે ૧૯ કિ.ગ્રા.વાળા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત રૂા.૧૯૫.૫ રૂપિયા વધીને ૨,૦૭૮.૫૦ થઈ ગઈ છે. અગાઉ ૧ માર્ચના રોજ આ સિલિન્ડરમાં ૧૧૪.૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.જાેકે, સામાન્ય જનતા માટે રાહતના સમાચાર એ છે કે ઘરેલું કુકિંગ ગેસના ભાવમાં અત્યારે કોઈ ફેરફાર કરાયો નથી. દિલ્હીમાં ૧૪.૨ કિ.ગ્રા.ના ઘરેલું સિલિન્ડરની કિંમત રૂા.૯૧૩ રૂપિયા યથાવત છે. મિડલ ઈસ્ટ યુદ્ધથી સપ્લાય ચેઈનમાં અવરોધ આવતા દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સપ્લાય પર ૨૦% કેપ (મર્યાદા) પણ લાદવામાં આવી છે.
ડીઝલ રૂ.૨૫ મોંઘું,પેટ્રોલના ભાવમાં પણ ભડકો
મિડલ ઇસ્ટમાંસંઘર્ષને કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ વધતા ભારતમાં ખાનગી ફ્યુઅલ રિટેલર કંપનીઓએ ૧ એપ્રિલથી ભાવમાં મોટો વધારો કર્યો છે. શેલ ઈન્ડિયા અને નાયરા એનર્જી જેવી કંપનીઓએ નુકસાનની ભરપાઈ કરવા માટે પેટ્રોલ અને ડીઝલના દરમાં વધારો કર્યાની જાહેરાત કરી છે. બેંગલુરુ સહિતના શહેરોમાં શેલ ઈન્ડિયાએ પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર રૂ.૭.૪૧નો વધારો કર્યો છે. વધારા બાદ સામાન્ય પેટ્રોલની કિંમત રૂ.૧૧૯.૮૫ અને પ્રીમિયમ પેટ્રોલની કિંમત રૂ.૧૨૯.૮૫ પ્રતિ લિટર પર પહોંચી ગઈ છે. કંપનીઓએ ડીઝલના ભાવમાં એકસાથે ૨૫.૦૧ રૂપિયાનો વધારો કર્યો છે.
૧ લિટર પર ઑઇલ કંપનીઓને રૂા.૧૦૫નું નુકસાન
કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે દેશમાં સામાન્ય પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દિલ્હીમાં પેટ્રોલ હજુ પણ ૯૪.૭૭ રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ ૮૭.૬૭ રૂપિયા પ્રતિ લિટરના જૂના ભાવે જ મળી રહ્યું છે. સરકારે વધુમાં જણાવ્યું છે કે તાજેતરમાં જે લિટર દીઠ ૨ રૂપિયાનો વધારો થયો છે, તે માત્ર પ્રીમિયમ પેટ્રોલ વેરિઅન્ટ્સ(જેમ કે ઠઁ૯૫, રુીિ૯૫ અને જીॅીીઙ્ઘ) પર જ લાગુ છે. આ હાઈ-ઓક્ટન ફ્યુઅલનો ઉપયોગ કુલ વેચાણના માત્ર ૨થી ૫ ટકા જેટલો જ છે અને તે વાહનચાલકો પોતાની પસંદગીથી ખરીદે છે.
ATFનો ભાવ ડબલ, સરકારે હાથ ઊંચા કર્યા
એપ્રિલ મહિનાની શરૂઆત સાથે જ હવાઈ મુસાફરી કરતાં મુસાફરોને મોંઘવારીનો મોટો ઝટકો લાગ્યો છે. ૧ એપ્રિલથી એર ટર્બાઇન ફ્યુલ(છ્હ્લ) એટલે કે વિમાનના ઇંધણના ભાવમાં ૧૦૦ ટકાનો જંગી વધારો ઝીંકાયો છે. ઇતિહાસમાં પ્રથમ વખત ATFની કિંમત પ્રતિ કિલોલીટર રૂ.૨ લાખ ના સ્તરને પાર કરી ગઈ છે. દિલ્હીમાં જેટ ફ્યુલનો ભાવ જે ૧ માર્ચે રૂ.૯૬,૬૩૮ હતો, તે હવે વધીને રૅકોર્ડબ્રેક રૂ.૨.૦૭ લાખ પ્રતિ કિલોલીટર થઈ ગયો છે. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલયે આ અંગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ વધવાને કારણે આ વધારો અનિવાર્ય બન્યો છે.