ખરાબી હોવા છતાં સાત કલાક હવામાં રહી, સાઉદીથી પાછી ફરી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
26, માર્ચ 2026  |   2178

નવી દિલ્હીથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું એ ૩૫૦ -૯૦૦ (વીટી-જેઆરએફ) વિમાન ગુરુવારે ટેકનિકલ ખામીને કારણે દિલ્હી પરત ફર્યું હતું. તે લગભગ સાત કલાક હવામાં રહ્યું. વિમાને સવારે લગભગ ૬ વાગ્યે દિલ્હીથી ઉડાન ભરી હતી. ચાર કલાક પછી સાઉદી અરેબિયાના એરસ્પેસમાં વિમાનને પાછું વાળવાનો ર્નિણય લેવાયો. વિમાન સાત કલાક હવામાં રહ્યા પછી બપોરે ૧૨:૩૦ વાગ્યે દિલ્હી પાછું પહોંચ્યું હતું., ઉડાન દરમિયાન વિમાનમાં વિચિત્ર અવાજાે સંભળાયા હતા. એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું કે સાવચેતીના ભાગરૂપે વિમાનને પાછું વાળવામાં આવ્યું. દિલ્હીમાં તેની તપાસ કરાઇ રહી છે. યાત્રીઓને જલ્દી લંડન પહોંચાડવાના પ્રયાસો કરાઇ રહ્યા છે. આ જ વિમાનમાં ૧૧ દિવસ પહેલા ૧૫ માર્ચે પણ ટેકનિકલ ખામી સર્જાઈ હતી. ત્યારે ન્યૂયોર્કથી દિલ્હી આવતી વખતે ફ્લાઇટને આયર્લેન્ડના શેનન શહેર તરફ વાળવી પડી હતી. ઉડાન દરમિયાન ૩૩,૦૦૦ ફૂટની ઊંચાઈએ યાત્રીઓને ફ્લોર પર કંપન અનુભવાયું હતું.૧૫ માર્ચે ન્યૂયોર્કથી દિલ્હી આવતી વખતે વિમાનમાં સીટ નં. ૩૨ અને ૩૩ પર બેઠેલા મુસાફરોને ફ્લોરની નીચેથી અવાજ અનુભવાયો. જેના કારણે તેમની ઊંઘ અચાનક ઊડી ગઈ હતી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution