હોર્મુઝ બંધ થતાં ભારત સામે નવી મુસીબત ઊભી થવાની તૈયારી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
28, માર્ચ 2026  |   3861

ભારત અત્યારે ટેકનોલોજીના ક્ષેત્રમાં ગ્લોબલ હબ બનવા તરફ આગળ વધી રહ્યું છે, પરંતુ વૈશ્વિક સ્તરે સર્જાયેલી ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિઓ આ સપનામાં અવરોધ ઊભો કરી રહી છે. ખાસ કરીને હોરમુઝની ખાડીમાં સર્જાયેલા સંકટે ભારતના સેમીકન્ડક્ટર મિશન અને ડેટા સેન્ટરના ભવિષ્ય સામે સવાલો ઊભા કર્યા છે.

જાે ઉર્જાના ભાવમાં સતત વધારો થતો રહેશે, તો તેની સીધી અસર ડેટા સેન્ટર જેવા સેક્ટર્સ પર પડશે. ડેટા સેન્ટર્સમાં ઉર્જાનો વપરાશ ખૂબ વધારે હોય છે. જાે વીજળી મોંઘી થશે, તો આ ક્ષેત્રમાં નવું રોકાણ ઘટી શકે છે અને માંગમાં પણ ઘટાડો જાેવા મળી શકે છે.ભારતનું ઇલેક્ટ્રોનિક્સ અને એઆઇ સેક્ટર મોટાભાગે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વિદેશી રોકાણ પર ર્નિભર છે.

ઉર્જા સંકટ અને કાચા માલની અનિશ્ચિતતા આ બંને સેક્ટરની ગતિ ધીમી પાડી શકે છે. ભારત સરકારનું સેમીકન્ડક્ટર મિશન હાલ પાટા પર તો છે, પરંતુ હોરમુઝ સંકટે સાબિત કરી દીધું છે કે ભારત હજુ પણ અનેક મહત્વની વસ્તુઓ માટે બાહ્ય સ્ત્રોતો પર ર્નિભર છે. કાચા માલની અછતને કારણે ઉત્પાદન ખર્ચ વધી શકે છે. જેના કારણે ઉત્પાદન ઘટી રહ્યું છે. રોકાણકારોમાં ખચકાટ અને વધતી જતી અનિશ્ચિતતાને કારણે રોકાણકારો સાવધ થઈ શકે છે. ભલે આ સંકટ ભારતના ચિપ સેક્ટરને સંપૂર્ણપણે રોકી ન શકે, પણ તેની રફ્તાર ચોક્કસપણે ધીમી પાડી શકે છે.ભારતનું સેમીકન્ડક્ટર મિશન મક્કમતાથી આગળ વધી રહ્યું છે, પરંતુ હોરમુઝ સંકટ અને ઉર્જાના વધતા ભાવે આ માર્ગને પહેલા કરતા વધુ જટિલ બનાવી દીધો છે. આવનારા સમયમાં કાચા માલની ઉપલબ્ધતા અને ઉર્જાના ભાવ પર જ ભારતની ટેક-સફળતાનો આધાર રહેશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution