જર્મન ઍરલાઇન લુફ્થાન્સાએ ૨૦ હજાર ફ્લાઇટ્સ રદ કરી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, એપ્રીલ 2026  |   3960

જર્મનીની એરલાઇન લુફ્થાંસાએ મેથી ઓક્ટોબર સુધી ૨૦ હજાર શોર્ટ-હોલ ફ્લાઇટ્સ રદ કરવાનો ર્નિણય લીધો છે. ઈરાન યુદ્ધના કારણે યુરોપમાં જેટ ફ્યુઅલની કિંમતો લગભગ બમણી થઈ ગઈ છે. કંપનીના મતે, આનાથી લગભગ ૪૦ હજાર ટન જેટ ફ્યુઅલની બચત થશે. કંપનીએ સોમવારથી દરરોજ લગભગ ૧૨૦ ફ્લાઇટ્સ ઘટાડી છે. આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ રહેવાથી તેલ પુરવઠાને અસર થઈ છે અને યુરોપમાં જેટ ફ્યુઅલ પુરવઠાની ચિંતા વધી છે. આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સીએ ચેતવણી આપી છે કે યુરોપ પાસે ફક્ત ૬ અઠવાડિયાનું જેટ ફ્યુઅલ બાકી છે. લુફ્થાન્સાએ મંગળવારે જણાવ્યું કે તે તેના નાના રૂટના નેટવર્કમાં ફેરફાર કરીને ઉનાળાનું ફ્લાઇટ શેડ્યૂલ સ્થિર રાખશે. કંપની એપ્રિલના અંતમાં અથવા મેની શરૂઆતમાં સંપૂર્ણ યોજના જાહેર કરશે. કંપનીએ તેના નેટવર્કમાં મોટા ફેરફારો કર્યા છે. ફ્રેન્કફર્ટ અને મ્યુનિકથી ખોટ કરતા રૂટ બંધ કરાયાં છે, જ્યારે ઝુરિચ, બ્રસેલ્સ અને વિયેનાથી ફ્લાઇટ્સ વધારવામાં આવશે. આનાથી મુસાફરોને લાંબા અંતરની ફ્લાઇટ્સ સાથે વધુ સારું કનેક્શન મળશે. ઉનાળાના

અંત સુધીમાં લાંબા અંતરની ફ્લાઇટ્સની ક્ષમતા થોડી ઓછી કરવામાં આવશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution