સ્પામ-કૉલ કરનારા નંબરો એક વર્ષ માટે બ્લેકલિસ્ટ કરાશે 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
19, સપ્ટેમ્બર 2026  |   4752

ભારતીય ટેલિકોમ નિયમનકારી સત્તામંડળે છેતરપિંડીભર્યા અને અનિચ્છનીય વ્યાવસાયિક કૉલ્સને રોકવા માટે આજે નવા નિયમો લાગુ કર્યા છે. આ અંતર્ગત રોબોકૉલ્સ, ઑટોમેટેડ કૉલ્સ અને છૈં આધારિત સ્પામ ઓળખને નિયમનકારી દાયરામાં લાવવામાં આવ્યા છે. સ્પામરના ૫ અથવા તેનાથી વધુ નંબર ૧૦ દિવસમાં ઓળખાય છે, તો તેનું ટેલિકોમ કનેક્શન કાપી નખાશે. તેને ૧ વર્ષ માટે બ્લેકલિસ્ટ કરી શકાય છે. આ ઉપરાંત ઑટોમેટેડ કૉલ્સ પર પ્રતિ મિનિટ ૫ પૈસાનો ચાર્જ પણ લાગશે.

ટેલિકોમ કંપનીઓ હવે સ્પામ કૉલ્સ/મેસેજ મોકલનારા નંબરોની ઓળખ કરશે.૧૦ દિવસમાં એક જ વ્યક્તિ અથવા કંપનીના ૫ નંબર શંકાસ્પદ જણાય, તો તપાસ શરૂ થશે. તપાસ દરમિયાન રી-કેવાયસી થશે, આઉટગોઇંગ કૉલ્સ બંધ કરવામાં આવશે અને વારંવાર ભૂલ કરવા પર સિમ કાયમ માટે બંધ કરી દેવામાં આવશે. ઓટોમેટિક, રોબોકોલ્સ અને રેકોર્ડેડ અવાજવાળા કૉલ્સને હવે ટ્રાઈના કડક નિયમોના દાયરામાં લાવવામાં આવ્યા છે. આવા કૉલ્સ કરતી કંપનીઓએ અગાઉથી ટેલિકૉમ ઑપરેટરને જણાવવું પડશે કે તેઓ કયા નંબરનો ઉપયોગ કરશે. પૂર્વ જાણકારી આપ્યા વિના કરવામાં આવેલા કોઈપણ ઑટોમેટિક કૉલને સ્પામ માનીને બ્લૉક કરી દેવામાં આવશે. કંપનીઓએ નકલી અથવા જાણ કર્યા વિના કરવામાં આવેલા ઑટોમેટિક કૉલ્સ પર પ્રતિ મિનિટ ૫ પૈસાનો દંડ ચૂકવવો પડશે. ૧૪૦/૧૬૦ જેવા સત્તાવાર કમર્શિયલ નંબરો અથવા સરકાર દ્વારા માન્ય કૉલ્સને આ દંડમાંથી છૂટ મળશે. સ્પામ કૉલ્સ પર ઝડપી કાર્યવાહી માટે યુઝર્સની ફરિયાદોને છૈં સાથે જાેડવામાં આવી છે. અગાઉ કોઈ નંબર પર કાર્યવાહી કરવા માટે ૧૦ દિવસમાં ૫ ફરિયાદોની જરૂર પડતી હતી. હવે જાે છૈં કોઈ નંબરને શંકાસ્પદ ગણાવે, તો માત્ર ૩ ફરિયાદો મળતાં જ તેના પર તાત્કાલિક કાર્યવાહી શરૂ થઈ જશે.

જાે તમે સ્પામ કૉલની ફરિયાદના નિવારણથી સંતુષ્ટ ન હો, તો ૧૫ દિવસની અંદર અપીલ કરી શકો છો. અપીલ કરવા માટેTRAI DND  એપ, કંપનીના પોર્ટલ અથવા ૧૯૦૯ પર કૉલ/SMSની સુવિધા ઉપલબ્ધ રહેશે. જાે તમે કોઈ સર્વિસ અથવા સામાન માટે ઓનલાઈન પૂછપરછ કરી છે, તો કંપની માત્ર ૭ દિવસ સુધી જ તમારો સંપર્ક કરી શકશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution