લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
12, એપ્રીલ 2026 |
6039
દિલ્હી સરકારે તેની ઇલેક્ટ્રિક વ્હીકલ નીતિ ૨૦૨૬-૩૦નો ડ્રાફ્ટ બહાર પાડ્યો છે, જેનો મુખ્ય હેતુ પ્રદૂષણ ઘટાડવાનો અને ઇલેક્ટ્રિક મોબિલિટીને પ્રોત્સાહન આપવાનો છે. આ નીતિ હેઠળ, ૧ જાન્યુઆરી ૨૦૨૭થી માત્ર ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર અને ૧ એપ્રિલ ૨૦૨૮થી માત્ર ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરનું જ નવું રજિસ્ટ્રેશન કરવામાં આવશે. પેટ્રોલથી ચાલતા ટુ-વ્હીલરનું દિલ્હીમાં વેચાણ થઈ શકે નહીં.
પ્રદૂષણમાં વાહનોના ૨૩ ટકા ફાળાને ધ્યાનમાં રાખીને, સરકાર EV ખરીદનારાઓને સીધું નાણાકીય પ્રોત્સાહન આપશે. જેમાં ટુ-વ્હીલર પર રૂપિયા ૩૦,૦૦૦ અને ઈ-ઓટો પર રૂપિયા ૫૦,૦૦૦ સુધીની સબસિડી પ્રસ્તાવિત છે. જૂના BS-IV વાહનોને સ્ર્કેપવાહનોને ખરીદવા પર વધારાનું બોનસ અને રૂપિયા ૩૦ લાખ સુધીની કાર પર રોડ ટેક્સમાં ૧૦૦ ટકા મુક્તિ મળશે. આ સાથે જ ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિસ્તાર અને બેટરી રિસાયકલિંગ પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.દિલ્હી સરકારની નવી EV પોલિસીએ એગ્રીગેટર્સ અને સરકારી વિભાગો માટે કડક ધોરણો નક્કી કર્યા છે. આ નીતિ હેઠળ, ૧ જાન્યુઆરી ૨૦૨૬થી ઓલા, ઉબર અને ઝોમેટો જેવા એગ્રીગેટર્સ તેમના કાફલામાં કોઈ પણ નવા પેટ્રોલ કે ડીઝલ વાહનોનો સમાવેશ કરી શકશે નહીં.