લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
27, મે 2026 |
2277
જાે તમે આગામી દિવસોમાં હવાઈ મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. દેશની બે સૌથી મોટી એરલાઇન્સ એર ઇન્ડિયા અને ઇન્ડિગોએ સ્થાનિક ઉડ્ડયનોમાં મોટો કાપ મૂકવાનો ર્નિણય કર્યો છે. ૧ જૂન ૨૦૨૬થી આગામી ૯૦ દિવસ સુધી બંને કંપનીઓ ઘણા સ્થાનિક રૂટ્સ પર ફ્લાઇટ્સની સંખ્યામાં ઘટાડો કરશે.એરલાઇન્સ કંપનીઓ દ્વારા લેવાયેલા આ આકરા ર્નિણય પાછળ મુખ્ય બે કારણો જવાબદાર છે. એક તો ATFના ભાવમાં ભડકો જાેવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં અને ખાસ કરીને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે એવિએશન ટર્બાઇન ફ્યુઅલના ભાવ આસમાને પહોંચ્યા છે. ઘણા શહેરોમાં તેની કિંમત પ્રતિ કિલોલીટર ૮૦,૦૦૦થી વધીને ૧ લાખ રૂપિયાને પાર થઈ ગઈ છે.ઉનાળાની રજાઓ પૂર્ણ થતાં જ દર વર્ષે હવાઈ મુસાફરોની સંખ્યામાં કુદરતી ઘટાડો જાેવા મળે છે. એરલાઇન્સે સ્પષ્ટ કર્યું છે કે, કોઈપણ રૂટ સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે નહીં, માત્ર ફ્લાઇટ્સની ફ્રીક્વન્સી ઓછી કરાશે. મુસાફરોને છેલ્લી ઘડીએ હાલાકી ન ભોગવવી પડે તે માટે આવી ફ્લાઇટ્સને બુકિંગ વેબસાઇટ્સ પરથી પહેલેથી જ હટાવી દેવામાં આવી છે.