લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
11, મે 2026 |
3465
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષમાં શાંતિની આશા પર ફરી એકવાર પાણી ફરી વળ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન દ્વારા મોકલવામાં આવેલા શાંતિ પ્રસ્તાવને ફગાવી દીધો છે. આ ઘટનાક્રમ બાદ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં ૩%નો ઉછાળો જાેવા મળ્યો છે, કારણ કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી જહાજાેની અવરજવર હજુ પણ ઠપ્પ જેવી જ છે. અમેરિકાએ વાટાઘાટો શરૂ કરવા માટે જે ઓફર આપી હતી, તેના જવાબમાં ઈરાને પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. ઈરાનના આ પ્રસ્તાવમાં મુખ્યત્વે નીચેની માંગણીઓ કરવામાં આવી હતી. ખાસ કરીને લેબનોનમાં, જ્યાં અમેરિકાના સાથી દેશ ઇઝરાયલ અને ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ વચ્ચે ભીષણ જંગ ચાલી રહ્યો છે. ઈરાને યુદ્ધમાં થયેલા નુકસાન માટે આર્થિક વળતરની માંગ કરી છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર પોતાની સાર્વભૌમત્વ જાળવી રાખવાની જીદ કરી છે. અમેરિકા દ્વારા લાદવામાં આવેલી નૌકાદળની નાકાબંધી હટાવવી, સંપત્તિઓ અનફ્રીઝ કરવી અને ઈરાની તેલના વેચાણ પરનો પ્રતિબંધ દૂર કરવો. ઈરાનનો આ પ્રસ્તાવ સામે આવ્યાના ગણતરીના કલાકોમાં જ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ સોશિયલ પર લખ્યું, મને આ પસંદ નથી. તે સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. ટ્રમ્પે આ અંગે વિસ્તૃત વિગતો આપી નથી, પરંતુ અમેરિકાની શરત સ્પષ્ટ છે કે, ઈરાને તેના પરમાણુ કાર્યક્રમ સહિતના ગંભીર મુદ્દાઓ પર ચર્ચા કરતા પહેલા યુદ્ધવિરામ કરવો પડશે. બીજી તરફ, ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બઘાઈએ ટ્રમ્પના વલણની ટીકા કરતા જણાવ્યું હતું કે, અમારી માંગણીઓ કાયદેસર છે. અમે યુદ્ધનો અંત, ચાંચિયાગીરી અને નાકાબંધી રોકવાની માગ કરી છે, જે પ્રાદેશિક સુરક્ષા માટે ઉદાર ઓફર છે.
દેશમાં પેટ્રોલ, ડીઝલ, ન્ઁય્ કે ક્રૂડ ઑઈલની અછત નથી : કેન્દ્ર સરકાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈશ્વિક તણાવ વચ્ચે દેશવાસીઓને ઈંધણ બચાવવા માટે કરેલી અપીલના એક દિવસ બાદ કેન્દ્ર સરકારે મહત્ત્વની સ્પષ્ટતા કરી છે. સોમવારે સરકારે ખાતરી આપી છે કે દેશમાં પેટ્રોલ, ડીઝલ, ન્ઁય્ કે ક્રૂડ ઓઈલની કોઈ પણ પ્રકારની અછત નથી, તેથી નાગરિકોએ ગભરાવાની કે પેનિક ખરીદી કરવાની જરૂર નથી. પશ્ચિમ એશિયા સંઘર્ષની સ્થિતિ અંગે કેન્દ્રના અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારત પાસે ઈંધણનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને આ ક્ષેત્રમાં ચાલી રહેલા સંઘર્ષની અસર ઘટાડવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના જાેઈન્ટ સેક્રેટરીએ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, “ભારત પાસે ક્રૂડ ઓઈલ, ન્ઁય્, પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક છે.