આખરે, એર ઈન્ડિયાએ ફ્યૂલ સરચાર્જના નામે ભાડુ વધાર્યું
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
07, એપ્રીલ 2026  |   1881

મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે વૈશ્વિક સ્તરે જેટ ફ્યુઅલના ભાવમાં થયેલા ૧૦૦ ટકાના ઉછાળા બાદ એર ઈન્ડિયાએ ૮ એપ્રિલથી ભાડામાં વધારો કર્યો છે. હવે એરલાઈન અંતરના આધારે રૂ. ૨૯૯થી રૂ. ૮૯૯ સુધીનો સરચાર્જ આપવો પડશે. અગાઉ માર્ચમાં કંપનીએ રૂ. ૩૯૯નો ફ્લેટ રેટ રાખ્યો હતો, પરંતુ હવે તેને ‘ડિસ્ટન્સ બેઝ્ડ ગ્રીડ’ માં ફેરવી દેવામાં આવ્યો છે.

ક્રૂડ ઓઈલમાં ભડકોનું કારણ આગળ ધર્યું: ફેબ્રુઆરીના અંતમાં જેટ ફ્યુઅલનો ભાવ ૯૯.૪૦ ડોલર હતો, જે ૨૭ માર્ચ સુધીમાં વધીને ૧૯૫.૧૯ ડોલર પ્રતિ બેરલ થઈ ગયો છે.

રિફાઈનરી માર્જિનનું કારણ પણ જણાવ્યું : ઈંધણને રિફાઈન કરવાનો ખર્ચ માત્ર ત્રણ અઠવાડિયામાં ત્રણ ગણો વધી ગયો છે, જે એરલાઈન્સ માટે મોટો પડકાર છે.

અંતર નવો સરચાર્જ(રૂ.)

૦થી ૫૦૦ કિમી ૨૯૯

૫૦૧થી ૧૦૦૦ કિમી ૩૯૯

૧૦૦૧થી ૧૫૦૦ કિમી ૫૪૯

૧૫૦૧થી ૨૦૦૦ કિમી ૭૪૯

૨૦૦૦ કિમીથી વધુ ૮૯૦

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution