ઑઇલ કંપનીઓને ખોટની વાતો વચ્ચે માર્ચ ક્વાર્ટરમાં ધૂમ નફો!
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
20, મે 2026  |   2079

એક તરફ દેશની સામાન્ય જનતા પેટ્રોલ અને ડીઝલના ઊંચા ભાવોના કારણે મોંઘવારીનો માર સહન કરી રહી છે, ત્યારે બીજી તરફ દેશની સરકારી પેટ્રોલિયમ કંપનીઓ કમાણીના નવા રેકોર્ડ બનાવી રહી છે. તાજેતરમાં જાહેર થયેલા નાણાકીય પરિણામો દર્શાવે છે કે, પેટ્રોલિયમ કંપનીઓને તો જબરદસ્ત નફો થયો છે, પરંતુ સામાન્ય પ્રજાના ખિસ્સા ખાલી થઈ રહ્યા છે.

દેશની અગ્રણી ઓઈલ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન , ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ  એ ૨૦૨૫-૨૬ના નાણાકીય વર્ષમાં નફાના તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. આ ઓઇલ કંપનીઓને ખોટની વાતો વચ્ચે માર્ચ ક્વાર્ટરમાં રૂ. ૨૬,૦૦૦ કરોડનો ધૂમ નફો થયો છે. સામાન્ય પ્રજા જ્યારે પેટ્રોલ પંપ પર મોંઘા ભાવનું ઇંધણ ભરાવીને પોતાનું ખિસ્સું ખાલી કરી રહી છે, ત્યારે સરકારી ઓઇલ કંપનીઓની તિજાેરીઓ છલકાઈ રહી છે. ઇન્ડિયન ઓઇલ ને માર્ચ ક્વાર્ટર ૨૦૨૬માં રૂ. ૧૪,૬૬૭ કરોડ નફો થયો છે. તો ભારત પેટ્રોલિયમનો માર્ચ ક્વાર્ટર ૨૦૨૬નો નફો રૂ. ૬,૪૪૨ કરોડ છે. એવી જ રીતે, હિંદુસ્તાન પેટ્રોલિયમકંપનીનો માર્ચ ક્વાર્ટર ૨૦૨૬નો નફો રૂ. ૪,૯૦૨ કરોડે પહોંચી ગયો છે. આ કંપનીઓનો દાવો છે કે, બે વાર ભાવ વધારો કર્યા પછી પણ તેઓ પેટ્રોલમાં લીટરે રૂ. ૧૦થી ૧૪ અને ડીઝલમાં લિટરે રૂ.૨૫થી ૩૦ની ખોટ કરી રહ્યા છે. આ અંગે  BPCL ફાઈનાન્સ ડિરેક્ટર વી.રામકૃષ્ણ ગુપ્તા જણાવી ચૂક્યા છે કે, તાજેતરમાં ઈંધણના ભાવમાં વધારો કરાયો હોવા છતાં કંપનીને હજુ પણ ડીઝલ પર પ્રતિ લિટર રૂ.૨૫થી ૩૦ અને પેટ્રોલ પર પ્રતિ લિટર રૂ.૧૦થી ૧૪નું નુકસાન થઈ રહ્યું છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution