લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
13, મે 2026 |
3168
પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાની શક્યતાઓ વચ્ચે દૂધના ભાવમાં વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. અમૂલે લિટરે દૂધના ભાવમાં ૨ રૂપિયાનો વધારો ઝીંક્યો છે. આ ભાવ વધારો ૧૪ મેથી લાગુ કરાશે. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં ૧ મે, ૨૦૨૫ના રોજ અમૂલે લિટરે ૨ રૂપિયાનો વધારો કર્યો હતો. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડની યાદી પ્રમાણે અમૂલ દૂધના મુખ્ય વેરિએન્ટ/પેકમાં પ્રતિ લિટર રૂપિયા ૨નો વધારો કરવામાં આવ્યો છે. આ નવા ભાવ ૧૪ મે, ૨૦૨૬થી સમગ્ર ભારતમાં અમલમાં આવશે. આ ભાવ વધારો મહત્તમ વેચાણ કિંમતમાં ૨.૫% થી ૩.૫%નો વધારો સૂચવે છે, જે સરેરાશ ખાદ્ય ફુગાવા કરતા ઓછો છે. આ ભાવ વધારો પ્રતિ લિટર અંદાજે ૨.૫ થી ૩.૫ ટકા જેટલો છે, જે સરેરાશ ખાદ્ય ફુગાવા કરતા ઓછો હોવાનું જણાવાયું છે. દૂધના ઉત્પાદન ખર્ચમાં થયેલો વધારો, ખાસ કરીને પશુ આહાર, પેકેજિંગ ફિલ્મ અને બળતણના ખર્ચમાં
વૃદ્ધિ આ ર્નિણય પાછળનું મુખ્ય કારણ છે. સહકારી મંડળીએ દાવો કર્યો કે, ગ્રાહકો પાસેથી મેળવેલા દરેક રૂપિયામાંથી ૮૦ પૈસા સીધા દૂધ ઉત્પાદકોને આપવામાં આવે છે. આ વધારાથી ખેડૂતોને ટકાઉ નફો મેળવવામાં અને દૂધનું ઉત્પાદન વધારવામાં મદદ મળશે. સહકારી સભ્યોએ ખેડૂતો પાસેથી દૂધની ખરીદીના ભાવમાં પ્રતિ કિલો ફેટ દીઠ ૩૦ રૂપિયાનો વધારો કર્યો છે, જે મે ૨૦૨૫ ના દરો કરતા ૩.૭ ટકા વધુ છે. અમૂલ દૂધના ભાવમાં મે-૨૦૨૫ બાદ અત્યાર સુધી કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો. વધારો કરવાનું મુખ્ય કારણ પશુ આહાર, પેકેજિંગ અને બળતણ જેવા ઈનપુટ ખર્ચમાં થયેલો નોંધપાત્ર વધારો છે. અમૂલ તેના સહકારી માળખા દ્વારા ગ્રાહકો પાસેથી મેળવેલા દર ૧ રૂપિયામાંથી ૮૦ પૈસા (૮૦%) સીધા દૂધ ઉત્પાદકોને પરત આપે છે.
મે-૨૦૨૫માં લિટરે રૂા.૨ વધાર્યા હતા
આ પહેલાં ૧ મે, ૨૦૨૫ ગુજરાત અને અન્ય રાજ્યોમાં અમૂલના તમામ પ્રકારના દૂધમાં પ્રતિ લિટર ૨ રૂપિયાનોનો વધારો કરવામાં આવ્યો હતો.
જૂન-૨૦૨૪માં લિટરે ૨ રૂપિયા વધાર્યા હતા
૪ જૂન-૨૦૨૪ના રોજ લોકસભા ચૂંટણીનાં પરિણામો જાહેર થયાના ત્રણ દિવસ પહેલાં જ અમૂલ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો, જેમાં અમૂલ ગોલ્ડ દૂધમાં લિટરે ૨ રૂપિયા વધાર્યા હતા. જ્યારે અમૂલ શક્તિ અને ટી સ્પેશિયલના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો હતો.
અમૂલના ર્નિણયથી ફુગાવો વધશે : નિષ્ણાતો
જીસીએમએમએફ દ્વારા વધતા ઇનપુટ ખર્ચને પહોંચી વળવા માટે દેશભરમાં દૂધના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ર્નિણયથી મધ્યમ વર્ગના પરિવારોના બજેટ પર અસર પડી શકે છે અને ખાદ્ય ફુગાવામાં વધારો થવાની શક્યતા છે. અગાઉ છેલ્લે મે ૧, ૨૦૨૫ ના રોજ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો.
વાયદા બજારમાં પ્રચંડ તેજી, ચાંદી ૩ લાખને પાર
કેન્દ્ર સરકાર દ્વારા સોના અને ચાંદી પરની ઇમ્પોર્ટ ડ્યૂટી (આયાત શુલ્ક) ૬%થી વધારીને ૧૫% કરવાના ર્નિણયની બજાર પર વ્યાપક અસર જાેવા મળી રહી છે. આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોના અને ચાંદી બંનેમાં જાેરદાર તેજી જાેવા મળી છે, ચાંદી પ્રતિ કિલો રૂ. ૩ લાખને પાર જતી રહી છે. સામે સોનામાં એકજાટકે રૂ.૧૦ હજારનો વધારો નોંધાયો છે.
ઇમ્ૈં ગવર્નરની ચેતવણી પરિસ્થિતિ નહીં સુધરે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે
વર્તમાનમાં વૈશ્વિક ભૂરાજકીય તણાવની અસર હવે ભારતીય અર્થતંત્ર પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે. ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ ઝુરિચમાં આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ અને સ્વિસ નેશનલ બેંક દ્વારા આયોજિત ૧૨મા ઉચ્ચ-સ્તરીય પરિષદમાં સ્પષ્ટતા કરી હતી કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટને કારણે સરકાર હાલમાં આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર વધારાનો બોજ સહન કરી રહી છે. જાે આ વૈશ્વિક વિક્ષેપ લાંબા સમય સુધી ચાલુ રહેશે, તો સામાન્ય ગ્રાહકોને ઇંધણના ભાવમાં વધારો થવાનો સામનો કરવો પડી શકે છે. આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર વધારો છતાં, ભારત સરકારે અત્યાર સુધી પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવ સ્થિર રાખ્યા છે. આ હાંસલ કરવા માટે, સરકારે ડ્યુટી ઘટાડવા અને ગેસ જેવા કેટલાક નિયંત્રિત ભાવમાં નાના વધારા જેવા પગલાં લીધા છે.