LPG સપ્લાય ઠીક થવામાં એક કે બે મહિના નહીં, પણ ૩-૪ વર્ષ લાગી શકે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
15, એપ્રીલ 2026  |   2871

દુનિયાભરમાં મિડિલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષની અસર હવે ગેસ અને તેલની સપ્લાય પર દેખાઈ રહી છે. ભારત તેની LPG ગેસની જરૂરિયાત માટે મોટાપાયે મિડિલ ઈસ્ટ પર ર્નિભર છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં જહાજાેની અવરજવર ખોરવાતા અને ઇઝરાયલ-ઈરાન વચ્ચેના તણાવને કારણે એનર્જી સપ્લાય ચેઈન ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. અહેવાલો મુજબ, આ સપ્લાયને ફરીથી સામાન્ય થવામાં મહિનાઓ નહીં પણ વર્ષો લાગી શકે છે.

અહેવાલો અનુસાર, સરકારી અધિકારીઓએ સંકેત આપ્યા છે કે, ગ્લોબલ LPG સપ્લાય ચેઈન જે રીતે ખોરવાઈ છે, તેને સંપૂર્ણપણે પાટા પર આવતા ઓછામાં ઓછા ૩ થી ૪ વર્ષ કે તેથી વધુ સમય લાગી શકે છે. અત્યારે એ સ્પષ્ટ નથી કે, ઉત્પાદન માત્ર કામચલાઉ ધોરણે અટક્યું છે કે કાયમી નુકસાન થયું છે, પરંતુ સપ્લાયર્સ તરફથી મળતી માહિતી ભારત માટે ચિંતાજનક છે. આ સ્થિતિને કારણે ભારત માટે આયાતનું જાેખમ અને ખર્ચ બંને વધી શકે છે. વિવિધ રિપોર્ટ્સ મુજબ, સપ્લાયનો રસ્તો બદલવા અને અન્ય દેશો પાસેથી ગેસ લેવાના પ્રયાસો છતાં LPG સામાન્ય સપ્લાયમાં ૪૦ થી ૫૦ ટકા જેટલી અછત રહેવાની શક્યતા છે. એટલે કે તમામ પ્રયાસો પછી પણ સપ્લાય પહેલા જેટલો સરળ નહીં રહે. ઉલ્લેખનીય છે કે, યુદ્ધ પહેલા ભારતનો ૯૦% ન્ઁય્ સપ્લાય સ્ટ્રેટ ઓફ હોર્મુઝના રસ્તે થતો હતો. જે હવે ઘટીને માત્ર ૫૫% રહ્યો છે. ભારત તેની કુલ વપરાશના ૬૦% LPG વિદેશોથી મંગાવે છે. દેશમાં દર વર્ષે અંદાજે ૩૩ મિલિયન ટનLPG માગ છે. ભારત પાસે માત્ર ૧૫ દિવસનો વપરાશ ચાલે તેટલો જ સ્ટોરેજ છે. ભારતનો ૯૨% સપ્લાયUAE, સાઉદી અરેબિયા, કતાર, કુવૈત અને ઓમાન જેવા ખાડી દેશોમાંથી આવે છે. જેમાંથી માત્ર UAEનો હિસ્સો જ ૪૧% છે.

સરકાર હાલમાં COVID  સમય જેવી જ વ્યૂહરચના અપનાવી રહી છે, અન્ય દેશો પાસેથી આયાત વધારવા ઉપરાંત સપ્લાયના રૂટ બદલવા અને ઘરેલું ઉત્પાદન વધારવા પર ભાર આપવામાં આવી રહ્યો છે. માંગને નિયંત્રિત કરવાના ઉપાયો પણ અજમાવાઇ રહ્યા છે. મોંઘા  LPGની સીધી અસર હોટલ, રેસ્ટોરન્ટ અને નાના ઉદ્યોગો (સ્જીસ્ઈ) પર પડશે. જાે આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ વધશે તો સરકાર પર ઘરેલું સિલિન્ડર માટે સબસિડીનું ભારણ પણ વધી શકે છે. જાેકે, સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય હાલમાં એ જ છે કે સામાન્ય લોકોના ઘરો સુધી LPGપહોંચવામાં કોઈ મોટી સમસ્યા ન સર્જાય.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution