તેલના સંકટ વચ્ચે કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સપોર્ટ ડયૂટી ઘટાડી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
31, મે 2026  |   5247

વિશ્વમાં તેલની કટોકટી વચ્ચે ભારત સરકારે મોટો ર્નિણય લેતા પેટ્રોલ અને ડીઝલ પરની એક્સપોર્ટ ડ્યુટી ઘટાડી દીધી છે.

સરકારે જણાવ્યું હતું કે, ૧ જૂનથી પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ પરનો નિકાસ વેરો ઘટાડવામાં આવશે. પેટ્રોલ પર નિકાસ વેરો રૂ.૧.૫ પ્રતિ લીટર જ્યારે ડીઝલ પર તે રૂ.૧૩.૫ પ્રતિ લીટર અને એટીએફ પર નિકાસ વેરો ૯.૫ રૂપિયા પ્રતિ લીટર રાખવામાં આવ્યો છે.આ ફેરફારો વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલ પેટ્રોલ, ડીઝલ અને એટીએફની સરેરાશ કિંમતોના આધારે નક્કી કરવામાં આવે છે. સામાન્ય રીતે સરકાર દર પખવાડિયે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતોની સમીક્ષા કરે છે અને તે મુજબ પેટ્રોલ, ડીઝલ અને એટીએફ પર લાગતો નિકાસ વેરો નક્કી થાય છે.જાેકે, સામાન્ય લોકોને મળતા પેટ્રોલ અને ડીઝલ પર જૂનો ટેક્સ જ લાગુ રહેશે, તેમાં કોઈ નવો ઉમેરો કે ઘટાડો કરાયો નથી. એક્સપોર્ટ ડ્યુટી એ એક પ્રકારનો પરોક્ષ કર છે, જે કોઈપણ દેશની સરકાર પોતાના દેશમાંથી બહાર મોકલવામાં આવતા સામાન પર લગાવે છે.પેટ્રોલ, ડીઝલ અને એટીએફની નિકાસ પર સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી અને રોડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેસના રૂપમાં નિકાસ વેરો પહેલીવાર ૨૦૨૬ના રોજ લાગુ કરાયો હતો.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution